વાવણી સમય અને પદ્ધતિ
--------------------------
વાવણી સમય :
ચણાના ઉત્પાદન પર વાવેતર સમયની ખૂબ જ અસર થાય છે. બિનપિયત ચણાનું વાવેતર ઓકટોબર મહિનાના છેલ્લા અઠવાડિયા દરમ્યાન જમીનમાં સ્ફૂરણ માટે પુરતા ભેજનું પ્રમાણ હોય ત્યારે કરવું. જો મોડું વાવેતર કરવામાં આવે તો જમીનમાં ભેજનું પ્રમાણ ઘટે છે અને બીજના સ્ફૂરણ તથા ઉત્પાદન પર માઠી અસર થાય છે. પિયત ચણાનું વાવેતર નવેમ્બરના પ્રથમ પખવાડીયા દરમ્યાન કરવાથી પાકનો વિકાસ સારો થાય છે અને ઉત્પાદન પણ વધારે મળે છે.
વાવણી પદ્ઘતિ :
રાસાયણિક ખાતર ચાસમાં ઓયર્ા બાદ તેજ ચાસમાં બીજને ઓરીને વાવેતર કરવું. વાવેતર કયર્ા બાદ સમાર મારી ચાસ ઢાંકી દેવા. પિયત આપવાનું હોય તો પ × ૧૦ મીટરના કયારા વાવણી બાદ બે દિવસે બનાવવા. ચણાના બિનપિયત અને પિયત વાવેતર માટે ચણાની જુદી જુદી જાતોના બિયારણનો દર અને વાવણી અંતર માટે નીચે પ્રમાણે ભલામણ કરવામાં આવે છે.
બીજનો દર તથા માવજત
----------------------------
બિયારણનો દર
વાવેતરની પરિસ્િથતિ જાતનું નામ બિયારણનો દર કિ./હે. વાવણી અંતર સે.મી. નોંધ
બિનપિયત દાહોદ પીળા ૪૦ ૩૦ દક્ષિાણ ગુજરાતની કયારી જમીન માટે
ગુજરાત ગ્રામ-ર ૬૦ ૩૦ ભાલ વિસ્તાર માટે
પિયત દાહોદ પીળા
ગુજરાત ગ્રામ-૧
આઈસીસીસી-૪ ૬૦ થી ૭પ ૩૦ થી ૪પ સમગ્ર ગુજરાતના પિયત વિસ્તાર માટે
બીજની માવજત :
જમીનજન્ય અને બીજજન્ય રોગોથી કુમળા છોડનું રક્ષાણ કરવા માટે વાવતાં પહેલાંં બીજને ફૂગનાશક દવાની માવજત આપીને વાવવા જોઈએ. આ માટે એક કિલોગ્રામ બીજ દીઠ ર થી ૩ ગ્રામ બાવીસ્ટીન, થાયરમ અથવા કેપ્ટાન જેવી ભલામણ કરેલ ફૂગનાશક દવાનો ઉપયોગ કરવો.
બીજને ફૂગનાશક દવાનો પટ આપ્યા બાદ, ચણા માટે ભલામણ કરેલ આઈસી-૮૬ નામના રાઈઝોબિયમ કલ્ચરનો પટ આપવો જોઈએ. આ કલ્ચરનો પટ આપવાથી ર૦ ટકા જેટલું ઉત્પાદન વધારે મળે છે. પટ આપવા માટે ૮ થી ૧૦ કિલો બિયારણ માટે રપ૦ ગ્રામ કલ્ચરનું એક પેકેટ પુરતંુ છે. પટ આપવા માટે ૩૦ ગ્રામ ગોળ, ૩૦૦ મી.લી. પાણીમાં ઓગાળી દ્રાવણ બનાવવું . આ દ્રાવણમાં એક પેકેટ કલ્ચર નાખી રગડો બનાવવો. આ કલ્ચરનો રગડો ૮ થી ૧૦ કિલો બીજમાં નાખી બરાબર હલાવીને મિકસ કરવી. આમ કરવાથી ચણાના દરેક બીજને એક સરખો કલ્ચરનો કાળો પટ મળે છે. પટ આપેલા બીજને છાંયડામાં રાખવું અને તરત જ વાવણી માટે ઉપયોગમાં લેવું જોઈએ.