Navsari Agricultural University
વાવણી સમય અને પદ્ધતિ
-------------------------------

વાવેતર સમય : ચોમાસું મગનું વાવેતર વરસાદ પડે એટલે તુંરત જ ૧પ જુલાઇ સુધી, જયારે શિયાળુ મગનું વાવેતર ૧પ નવેબંર સુધી તથા ઉનાળુ મગનું વાવેતર શિયાળાની ઠંડી પૂર્ણ થતા તુરંત એટલે કે ૧પ ફેબ્રુઆરી થી ૧૦ માર્ચ દરમ્યાન કરવાની ભલામણ છે.
વાવણી અંતર, બીજનો દર અને વાવણી :-
વાવણી યોગ્ય જમીન તૈયાર થયા બાદ પાયાનું ખાતર ચાસમાં ઓયર્ા બાદ તેજ ચાસમાં બીજને ઓરીને વાવેતર કરવું. વાવેતર કયર્ા બાદ સમાર મારી ચાસ ઢાંકી દેવા, તેમજ ઉનાળુ મગમાં પિયત આપવા માટે યોગ્ય લંબાઈના કયારા વાવણી બાદ બનાવવા. મગનું વાવેતર બે લાઈન વચ્ચે ૩૦-૪પ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦-૧પ સે.મી. જેટલું રાખી રોપણી કરવી. એક હેકટરની વાવણી માટે ર૦ કિ.ગ્રા બીજ (વિઘે પ કિલો) વાપરવું.
બીજનો ઉગાવો થયા બાદ જે જગ્યાએ ખાલા જણાય ત્યાં તરત બીજ વાવીને ખાલા પૂરવા, તેમજ જે જગ્યાએ વધારે છોડ ઉગ્યા હોય ત્યાં વાવણી બાદ ૧૦-૧પ દિવસે વધારાના છોડ ઉપાડી લઈ પારવણી કરવી અને સપ્રમાણ છોડની સંખ્યા જાળવવી. જો આ રીતે છોડની પૂરતી સંખ્યા જાળવવામાં આવશે તો દરેક છોડ પોતાની ક્ષામતા મુજબ ઉત્પાદન આપશે અને પરિણામે એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મળી શકશે.
બીજ માવજત :
જમીન જન્ય અને બીજ જન્ય રોગોથી કુમળા છોડનું રક્ષાણ કરવા માટે બીજને વાવતા પહેલા થાયરમ, કેપ્ટાન કે બાવિસ્ટીનમાંથી કોઈ એક ફુગનાશક દવાનો પટ આપવો જોઈએ. પટ આપવા માટે ૧ કિ.ગ્રા. બીજ માટે ર થી ૩ ગ્રામ દવાનું પ્રમાણ રાખવું
બીજને ફુગનાશક દવનો પટ આપ્યા બાદ રાઈઝોબીયમ અને પી. એસ. બી. બેકટેરીયાની સંખ્યા જમીનમાં વધે અને તેનો લાભ પાકને અને આપણી જમીનને મળે તે માટે બીજને વાવણીના એક કલાક પહેલા રાઈઝોબિયમ અને પી. એસ. બી. કલ્ચરની માવજત આપવી. પટ આપવા માટે રપ૦ ગ્રામ કલ્ચરનું એક પેકેટ ૮-૧૦ કિલો બિયારણ માટે પૂરતું છે. કલ્ચરના પટ આપવા માટે ૧૦ ટકા ગોળ/ખાંડનું દ્વાવણ(પ૦૦ મીલી પાણીમાં પ૦ ગ્રામ ગોળ/ખાંડ ઓગાળવી) બનાવી તેમાં કલ્ચરનું પેકેટ મીકસ કરી બીજ પર બરાબર ચોટે તે રીતે માવજત આપવી. પટ આપેલ બીજને છાંયડામાં રાખવું અને તરત જ વાવણી માટે ઉપયોગમાં લેવું જોઈએ.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.