વાવણી સમય અને પદ્ધતિ બીજની માવજત
----------------------------------------------
બીજની માવજત:
(અ) ફૂગનાશક દવાનો પટ :-
જમીન અને બીજ જન્ય રોગોથી કુમળા છોડને રક્ષાણ કરવા તથા વાવેતર કરેલ વિસ્તારમાં છોડની પુરતી સંખ્યા જળવાઈ રહે તે માટે બીજને વાવતા પહેલાં થાયરમ, એમીશાન અથવા બાવીસ્ટીન ફુગનાશક દવાનો પટ આપવો. પટ આપવા માટે એક કિલો બિયારણ માટે ર થી ૩ ગ્રામ દવાનું પ્રમાણ રાખવું.
(બ) રાઈઝોબિયમ કલ્ચરનો પટ :-
રાઈઝોબિયમ અને પી. એસ. બી. કલ્ચર એ બાયો ફટર્ીલાઈઝર (જૈવિક ખાતર) છે. જે ઓછા ખચર્ે વધુ ઉત્પાદન આપે છે. આ બંને કલ્ચરનો પટ ફુગનાશક દવાનો પટ આપ્યા બાદ રોપણીના એક કલાક પહેલા આપવો. પટ આપવા ૮ થી ૧૦ કિલો બિયારણ માટે રપ૦ ગ્રામના બંને (રાઈઝોબીયમ અને પી. એસ. બી.) કલ્ચરના પેકેટની જરૂરીયાત રહે છે.
બિયારણનો દર અને વાવણી અંતર :-
તુવેર માટે બીજનો દર અને વાવણીનું અંતર જાત, જમીનનો પ્રકાર અને વાવેતર પધ્ધતિ પર આધાર રાખે છે. સામાન્ય રીતે નીચે મુજબનો બિયારણનો દર અને અંતર રાખવામાં આવે છે.
તુવેરનો પ્રકાર બિયારણનો દર
કિલોગ્રામ/હેકટર વાવણીનું અંતર
બે ચાસ વચ્ચે બે છોડ વચ્ચે
ચોમાસુ
વહેલી પાકતી ર૦ થી રપ ૪પ થી ૬૦ ૧પ્ા થી ર૦
મધ્યમ મોડી પાકતી ૧પ થી ર૦ ૭પ થી ૯૦ રપ થી ૩૦
શીયાળુ ૧પ થી ર૦ ૬૦ ૧પ
વાવણી ઓરીને અથવા થાણીને કરવી જોઈએ. રાસાયણિક ખાતર નાંખ્યા બાદ તેજ ચાસમાં ખાતરથી થોડું ઉપર બીજ પડે તે રીતે તુવેરના બીજની રોપણી કરવી.