ખાતર વ્યવસ્થાપન
----------------------
ચણાનો પાક કઠોળ વર્ગનો હોવાથી રાઈઝોબીયમ નામના જીવાણુંઓ મૂળ ઉપર ગંડિકાઓમાં બનાવી હવામાંનો નાઈટ્રોજન સ્િથર કરે છે. પરિણામે આ પાકને નાઈટ્રોજનની ખૂબ જ ઓછી જરૂરીયાત રહે છે. ચણાની શરૂઆતની જરૂરીયાત માટે હેકટરે ર૦ કિલોગ્રામ નાઈટ્રોજન આપવો જોઈએ. ચણાના પાકને ફોસ્ફરસની વધારે જરૂરીયાત પડે છે. જમીનમાં ફોસ્ફરસની ઉપલબ્િધને ધ્યાને લઈ હેકટરે ૩૦ થી પ૦ કિલોગ્રામ ફોસ્ફરસ આપવો જોઈએ. ઉત્તર ગુજરાતની જસતની ઉણપવાળી જમીનમાં હેકટરે રપ કિલો ઝિંક સલ્ફેટ આપવાથી ચણાનું ઉત્પાદન વધે છે. રાસાયણિક ખાતર વાવણી વખતે ચાસમાં આપવું હિતાવહ છે. ચણાના પાકમાં પ૦ ટકા ફૂલ અવસ્થાએ ર ટકા યુરિયાનું દ્રાવણ છાંટવાથી ફાયદો થાય છે.