ખાતર વ્યવસ્થાપન
----------------------
કઠોળ પાકના મૂળ પર ગંડીકાઓ બનતા તેમાં રાઈઝોબીયમ બેકટેરીયા દ્વારા હવામાંનો નાઈટ્રોજન સ્િથર થવાનું ચાલુ થઈ જાય છે. આથી આ પાકને નાઈટ્રોજન તત્વ આપવાની જરૂરિયાત રહેતી નથી. મગના શરૂઆતના વિકાસ માટે પાયામાં ર૦ કિલો નાઈટ્રોજન તત્વ આપવું જોઈએ અને ફોસ્ફરસની જરૂરિયાત પર્ૂતર્િ કરવા માટે ૪૦ કિલો ફોસ્ફરસ તત્વ પાયામાં આપવાની જરૂર રહે છે. આ માટે હેકટરે ૮૮ કિલો ડી. એ. પી.(વિઘે રર કિલો) આપવાથી બંને જરૂરી તત્વો મળી રહે છે. નાઈટ્રોજન અને ફોસ્ફરસની લભ્યતા વધારવા માટે બીજને અનુક્રમે રાઈઝોબીમ અને ફોસ્ફેટ સોલ્યુબીલાઈઝીંગ બેકટેરીયા (પીે.એસ.બી.) કલ્ચરની માવજત આપવામાં આવે તો લાભ થાય છે.