નીદણ વ્યવસ્થાપન
---------------------
નિંદણ પાકનો મોટો શત્રુ છે. નિંદણ પાક સાથે પાણી, પોષ્ાકતત્વો તથા સૂર્યપ્રકાશ માટે સતત હરિફાઈ કરે છે અને પાક ઉત્પાદન મોટા પ્રમાણમાં ઘટાડે છે. એટલે ચણાના પાકને નિંદણ મુકત રાખવાથી તેમાં રોગ તથા જીવાતનો ઉપદ્રવ પણ ઓછો જોવા મળે છે. ચણાના પાકમાં શરૂઆતમાં એકથી બે આંતરખેડ અને હાથ વડે નિંદામણ કરી પાકને નિંદામણમુકત રાખવો. જો મજુરો મળી શકે તેમ ન હોય તો ચણાને વાવ્યા બાદ, પરંતુ સ્ફૂરણ થયા પહેલા હેકટરે ૧.પ કિલો પેનડીમીથેલીન નામની નિંદણનાશક દવાનો છંટકાવ કરવાથી નિંદણનું અસરકારક નિયંત્રણ કરીશ શકાય છે. નિંદણનાશક દવા વાપરતી વખતે જમીનમાં પુરતો ભેજ હોવો જોઈએ.