નીદણ વ્યવસ્થાપન
---------------------------
પાકનું વધુ ઉત્પાદન મેળવવા તેને નિંદણ મુકત રાખવો એ અતિ આવશ્યક બાબત છે. નિંદણ મુકત પાકને જરૂરી પોષ્ાક તત્વો, પાણી, હવા અને સૂર્યપ્રકાશ મળી રહેતો હોવાથી તેનો વિકાસ સારી રીતે થવાથી વધુ ઉત્પાદન મળે છે. આ ઉપરાંત નિંદણ મુકત ખેતરમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ ઓછો રહે છે. આથી પાકને બે થી ત્રણ આંતરખેડ અને નિંદણ કરી તદ્રન નિંદણ મુકત રાખવો. જો મજુરની અછત હોય તો નિંદણના નિયંત્રણ માટે પેન્ડીમીથાલીન પપ મી.લી અથવા ફલુકલોરાલીન ૪૦ મી.લી. નિંદણનાશક દવા પૈકી કોઈ પણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને તુવેરની વાવણી બાદ તુરત ૧ થી ર દિવસમાં છંટકાવ કરવો. જેથી પાક શરૂઆતથી જ નિંદણ મુકત રહેતા તેનો વિકાસ સારો થાય છે.