નીદણ વ્યવસ્થાપન
------------------------
પાક સાથે પાણી, પોષ્ાણ તત્વો તથા સૂર્યપ્રકાશ માટે શરૂઆતથી જ હરીફાઈ કરતા નકામા છોડને નિંદણ કહેવાય છે. નિંદણ એ એવા છોડ છે જે પાકની પહેલા ઉગી જઈ પાકનેે આપવામાં આવેલ ખાતર, પાણીનો ઉપયોગ કરી પાકની પહેલા વૃધ્િધ પામે છે અને પાકના વિકાસને અવરોધે છે. એટલે મગના પાકને નિંદણ મુકત રાખવાથી પાકને જરૂરી પોષ્ાક તત્વો, પાણી અને સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. તેમજ રોગ- જીવાતનો ઉપદ્રવ પણ ઓછો જોવા મળે છે. મગના પાકમાં શરૂઆતમાં ૧ થી ર આંતરખેડ અને હાથ વડે નિંદણ કરી પાકને નિંદણ મુકત રાખવો. જો સમયસર મજૂરોની સગવડ ન થઈ શકે તેમ હોય તો રાસાયણિક નિંદણ નાશક દવાનો ઉપયોગ કરી નિંદણ નિયંત્રણ કરવું જોઈએ. આ માટે મગની વાવણી પછી તુરંત (૧ થી ર દિવસમંા) પેન્ડીમિથેલીન (સ્ટોમ્પ પપ મી.લી./ ૧૦ લિટર પાણી) નિંદણ નાશક દવા ૧.પ કિલો/હેકટર પ૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાથી નિંદણનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. નિંદણનાશક દવા વાપરતી વખતે જમીનમાં પુરતો ભેજ હોવો જોઈએ.