કાપણી અને સંગ્રહ
--------------------
ચણાના પોપટા પાકીને તૈયાર થાય ત્યારે પાકની કાપણી કરી દેવી. ચણાને ખેતરમાં ૧ થી ર દિવસ સુકાવા દઈ ખળામાં લાવીને ટ્રેકટર કે થ્રેસરનો ઉપયોગ કરીને દાણા છૂટા પાડવા. છૂટા પાડેલા દાણામાંથી કચરો દુર કરી, ગ્રેડીગ કરી, જંતુ રહીત કોથળા ભરવા. જાળવણી માટે દાણા ભરેલ કોઠીમાં ઈથેલીન ડાયબ્રોમાઈડ નામની ટયુબનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટયુબને તોડીને દાણાની વચ્ચેના ભાગમાં મુકી ઢાંકણ બંધ કરી દેવું આ ટયુબ કોથળામાં પણ મુકી શકાય છે. એક કિવન્ટલ દાણા માટે ત્રણ મી.લી. ની એક થી બે ટયુબનો ઉપયોગ કરવો જોઈએ.