કાપણી અને સંગ્રહ
-------------------------
કાપણી અને દાણા તૈયાર કરવા તથા સંગ્રહ :-
તુવેરની શીંગો પાકીને તૈયાર થાય કે તુરત જ શીંગવાળી ડાળીઓ કાપીને કાપણી કરી લેવી. ત્યારબાદ શીંગોને ખળામાં સુકાવા દઈ ટ્રેકટર અથવા બળદથી મસળીને દાણાં છૂટા પાડવા અથવા થ્રેસરની સગવડ હોય તો તેમાં પણ દાણાં છુટા પાડી શકાય છે. દાણા છૂટા પાડયા બાદ તેમાં રહેલ કચરો વગેરે દૂર કરી દાણાને સાફ કરી ગ્રેડીગ કરી દાણામાં ૮% ભેજ રહે તે પ્રમાણે સૂર્યતાપમાં સુકવી જંતુ રહિત કોથળી અથવા કોઠીઓમાં ભરવા. જાળવણી માટે દાણા ભરેલ કોઠીમાં ઈ.ડી.બી. (ઈથેલીન ડાઈબ્રોમાઈડ) નામની ટયુબ (અમ્પ્યુલ) નો ઉપયોગ કરવામાં આવે છે. આ ટયુબને દાણાના વચ્ચેના ભાગમાં મુકી તેને તોડી નાખી –ઢાંકણ બંધ કરી દેવું. આ ટયુબ કોથળામાં પણ મુકી શકાય છે. એક કવીન્ટલ દાણા માટે ૩ મી.લી.ની એક થી બે ટયુબનો ઉપયોગ કરવો.
ઘામા પુરવા તથા પારવણી:-
કોઈ પણ પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતર કરેલ વિસ્તારમાં નકકી કરેલ છોડની સંખ્યા જાળવવી એ ખૂબજ અગત્યનું પરિબળ છે. તે માટે બીજનો ઉગાવો થયા બાદ જે જગ્યાએ ખાલાં જણાય ત્યાં તુરત જ બીજ વાવીને ખાલાં પુરવાં તેમજ જે જગ્યાએ છોડ વધુ ઉગી નીકળ્યા હોય ત્યાં પારવણી કરી વધારાના છોડ દૂર કરી ઉપર જણાવ્યા પ્રમાણે અંતર રાખી છોડનું પ્રમાણ અને પુરતી સંખ્યા જાળવવી. આમ કરવાથી દરેક છોડની વૃધ્િધ અને વિકાસ સારી રીતે થશે અને પરિણામે ઉત્પાદન ખૂબજ સારું મળશે. તુવેર પાકમાં સ્ફુરણ થયા બાદ એક અઠવાડિયામાં ખાલા પુરવા તથા એક માસમાં થાણા દીઠ એક છોડ રાખી પારવણી કરવી.
તુવેરનું ઉત્પાદન વધારવા આટલું અવશ્ય કરો :-
સુધારેલ જાતોનું વાવેતર કરો.
સમયસર વાવણી કરો.
જમીનમાં પૂરતા પ્રમાણમાં સેન્િદ્રય ખાતર ઉમેરો.
વાવતા પહેલા યોગ્ય ફુગનાશક દવા તથા રાઈઝોબીયમ કલ્ચરનો પટ આપો.
જરૂરી રાસાયણિક ખાતર પુંખીને ન આપતા ચાસમાં ઓરીને આપો.
છોડની પુરતી સંખ્યા જાળવો.
પાકને નિંદામણથી દૂર રાખવા સમયસર નિંદામણ કરો.
પાકને જરૂર પડે ૩ થી ૪ પિયત આપો.
પાકસંરક્ષાણના જરૂરી પગલાં સમયસર લો.