કાપણી અને સંગ્રહ
-----------------------
મગની જાત ધ્યાને લઈ મગની વીણી કે કાપણી જોઈએ. એકી સાથે પાકી જતી જાતોને શીંગો પાકી જતા કાળી થઈ દાણા કઠણ થતા કાપણી કરી લેવી જોઈએ. જો મગના છોડને જમીનમાં દબાવી લીલા પડવાશનો લાભ લેવો હોય તો છોડમાંથી પ્રથમ શીંગો વીણી છોડને જમીનમાં લોખંડના હળ દ્રારા દબાવી દેવા જોઈએ. શીંગો કે છોડને વીણ્યા/કાપ્યા બાદ ર-૩ દિવસ ખળામાં સુકવી દાણા છુટા પાડવા માટે ટ્રેકટર કે થ્રેસરનો ઉપયોગ કરવો. દાણા છુટા પાડી સૂર્ય તાપમાં સુકવીને સંગ્રહ કરવો. ઘર વપરાશ માટે સંગ્રહ કરવા માટે મગને પીપમાં કે ડબ્બામાં ભરી ઉપર એકદમ ઝીણી માટી (કલે) થી ઢાંકી લેવા. જરૂર પડે મગ ચારણીથી ચાળી કાઢી લેવા ફરી માટીથી ઢાંકી દેવા જેથી કઠોળમાં પડતી દાણાની જીવાતો પડવાની શકયતા ઘણી ઘટી જાય છે. મગને વેચાણ માટે લઈ જતા પહેલા બરાબર સાફ કરી ચારણીથી ચાળી જીણા મગ અલગ પાડી કોથળીમાં પેક કરી વેચાણ માટે લઈ જવાથી વધુ કિંમત મળે છે.