સુકારો (વીલ્ટ)જમીનજન્ય ફૂગ ફયુઝેરીયમ ઓકિસફોરીયમથી આ રોગ થાય છે. સામાન્ય રીતે આ રોગ ઓકટોબર-નવેમ્બર મહિનાથી જોવા મળે છે. ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં આની તીવ્રતા વિશેષ્ા હોય છે. શરૂઆતમાં પાન પીળા પડીને સુકાવા લાગે છે અને ધીમે ધીમે આખો છોડ સુકાઈ જાય છે. રોગિષ્ઠ છોડને ઉપાડીને જોવામાં આવે તો રસઘાનીઓમા ફૂગની વૃધ્િધને લીધે કાળી કે બદામી રંગની થઈ ગયેલી જોવા મળે છે. પરિણામે છોડમાં ખોરાક કે પાણીનું વહન થતુ અટકી જાય છે અને છોડ સુકાઈ જાય છે. શરૂઆતમાં છૂટાછવાયા છોડમાં આ રોગ જોવા મળે છે. તીવ્રતા વધતા કંુડાળા રૂપમાં જોવા મળે છે. રોગિષ્ઠ છોડમાંથી જો બિયારણ પસંદ કરવામાં આવે તો આ રોગ બીજ મારફત પણ ફેલાય છે.
નિયંત્રણ :-
(૧) આ રોગ જમીન-જન્ય હોવાથી લાંબા-ગાળા સુધી પાકની ફેરબદલી કરવી.
(ર) ઉનાળામાં ઉંડી ખેડ કરવી, જેથી જમીનની અંદર રહેલ રોગકારક ફૂગનો નાશ કરી શકાય.
(૩) રોગ પ્રતિકારક જાત વાવણી માટે પસંદગી કરવી.
(૪) વાવણી માટે સરકાર દ્વારા પ્રમાણિત થયેલ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
(પ) બીજને વાવતાં પહેલાં થાયરમ કે કેપ્ટાન દવાનો ૩ થી ૪ ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ પટ આપવો.
(૬) દિવેલા વાવતા પહેલા ટ્રાઈકોડમર્ા હારઝેનીયમ ટાલ્ક યુકત પાવડર પ કિ.ગ્રા. પ્રતિ હેક. પ૦૦ કિ.ગ્રા. લિમડાના ખોળ સાથે મિશ્ર કરી આપવાથી આ રોગનુ જૈવિક નિયંત્રણ થાય છે.
(૭) સેન્િદ્રય ખાતર તેમજ લીલો પડવાશ વધારે કરવો જોઈએ.