પાનના ટપકાનો રોગઆ રોગ અલ્ટરનારીયા સોલાની નામની ફુગથી થાય છે. જુના પાન પર બદામી રંગના ટપકા પડે છે.જેમા નજીકથી જોતા તેમા અલ્ટરનેટ રીંગ જોવા મળે છે. રોગનો ઉપદ્રવ વધતા પાન ખરી પડે છે.
આ રોગની શરૂઆતમાં મેન્કોઝેબ ૭પ% વેપા ર૭ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી ર-૩ છંટકાવ ૧પ દિવસના અંતરે કરવાથી આ રોગનુ નિયંત્રણ કરી શકાય છે.