મૂળનો કોહવાર મૂળનો કોહવાર:
આ રાઈઝોકટોનીયા બટાટીકોલાથી થતો જમીનજન્ય રોગ છે. શરૂઆતમાં છોડ પાણીની ખેંચ અનુભવતો હોય તેવું લાગે છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં સુકાઈ જાય છે. રોગિષ્ઠ છોડને ખેંચીને ઉપાડવામાં આવે તો સહેલાઈથી ઉપડી જાય છે. મૂળ કોહવાઈ જવાથી જમીનમાં જ તૂટી જાય છે અને છોડ સહેલાઈથી ખેંચી શકાય છે. ખાસ કરીને રોગિષ્ઠ છોડના મૂળની છાલ એકદમ કોહવાઈ ગયેલી અને સહેલાઈથી ઉખડી જતી હોય છે. ખેતરમાં છૂટાછવાયા ટાલા સ્વરૂપે આ રોગ જોવા મળે છે. ખેતરમાં ભેજનું પ્રમાણ ૧પ થી ર૦ ટકા અને તાપમાન ૩પસે. થી ઉપર જાય ત્યારે આ રોગનો ફેલાવો ખૂબ જ ઝડપથી થાય છે.
નિયંત્રણ:
(૧) ઉનાળામાં ઉંડી ખેડ કરવી અને પાકની ફેરબદલી કરવી.
(ર) પ્રમાણીત બિયારણ જ વાવણી માટે ઉપયોગમાં લેવું.
(૩) બીજને થાયરમ દવાનો ૩-૪ ગ્રામ/કિલો બીજ મુજબ પટ આપીને વાવણી કરવી.
(૪) છાણિયા ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો.
(પ) પાકને નિયમિત પાણી આપવું અને પાણીની ખેંચ પડવા દેવી નહિ.
(૬) રોગિષ્ઠ છોડને મૂળ સાથે ઉપાડી નાશ કરવો.
(૭) ટ્રાઈકોડમર્ા હારઝીયેનમ યુકત ટાલ્ક પાવડર પ કિ.ગ્રા. પ્રતિ હેક. વાવતા પહેલા પ૦૦ કિ.ગ્રા. લિમડાના ખોળ સાથે મિશ્ર કરી આપવાથી આ રોગનુ જૈવિક નિયંત્રણ થાય છે.
(૮) રોગની અસર જયારે અમુક છોડમાં કે ટાલામાં જ હોય ત્યારેે કાબર્ેન્ડેઝીમ દવાનુંું દ્રાવણ ૧૦ ગ્રામ / ૧૦ લીટર પાણી બનાવી અસર પામેલ છોડના વિસ્તારમાં રેડવું.