પાક ની અગત્યતા
---------------------
વરસાદ આધારીત વિસ્તારો માટે જુવાર, દાણા તેમજ ઘાસચારા માટેનો અગત્યનો પાક છે. જે ધાન્ય પાકોમાં વાવેતરની દ્રષ્િટએ ત્રીજા ક્રમાંકે રહે છે. દક્ષિાણ ગુજરાતમાં દાણા તરીકે, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં દાણા અને ચારા તેમજ એકલા ચારા માટે જયારે ડેરી વિકસીત વિસ્તારમાં એકલા લીલાચારા તરીકે કુલ અંદાજીત ૭.પ થી ૮ લાખ હેકટરમાં જુવારનું વાવેતર થાય છે. ચોમાસુ અને શિયાળુ ઋતુમાં જુવારની ઉત્પાદકતા અનુક્રમે પ૩૭ અને ૯૮૦ કિ.ગ્ર્રા./હે. છે. ચોમાસુ ઋતુમાં ચારા તરીકે જુવારનુ વાવેતર થતુ હોવાથી તેની ઉત્પાદકતા શિયાળુ ઋતુની સરખામણીમાં ઓછી થવા પામી છે. પરંતુ જો ફકત દાણા તરીકે વાવેતર કરતા વિસ્તારને લક્ષામાં રાખતાં તેની ઉત્પાદકતામાં આશરે ૧૦૦૦ કિલો વધારો દેખાયો છે. ઉત્પાદકતામાં થયેલ આ વધારો ખેડૂતોએ અપનાવેલ જુવારની સુધારેલી અને સંકર જાતો તેમજ તેની સુધારેલી ખેતીપ્રથાને આભારી છે.
ગુજરાતમાં મુખ્યત્વે ઉનાળુ(માર્ચથી જુનના પ્રથમ પખવાડીયા સુધી), ચોમાસુ (જુનના બીજા પખવાડીયાથી સપ્ટેમ્બર સુધી) અને શિયાળુ(ઓકટોબરથી ફેબુ્રઆરી સુધી) એમ ત્રણ ઋતુઓમાં વાવણી થાય છે.
વરસાદ, જમીનના લક્ષાણો તેમજ હવામાનને લક્ષામાં રાખી પાડવામાં આવેલ ગુજરાતના આઠ આબોહવાકીય વિવિધ ઝોન પૈકી જુવાર મુખ્યત્વે ઝોન-ર(દક્ષિાણ ગુજરાત) અને ઝોન-૩ (મધ્ય ગુજરાત)માં વવાય છે. જયારે અન્ય ઝોનમાં તેનું વત્તા ઓછા પ્રમાણમાં વાવેતર જોવા મળે છે. જુનાગઢનો ગેડ વિસ્તાર અને અમદાવાદના ભાલ વિસ્તારમાં તેમજ દરીયાકાંઠાના વિસ્તારોમાં જુવારની વાવણી પાછોતર ચોમાસામાં કરવામાં આવે છે.
હાલમાં, સંશોધન કામ મુખ્યત્વે ગુજરાતના સુકા વિસ્તારને અનુકૂળ એવી વહેલી પાકતી, ઠીંગણી તેમજ વધુ ઉત્પાદન આપતી અને રોગ-જીવાત સામે પ્રતિકારક શકિત ધરાવતી જાતો વિકસાવવા પર કેન્દ્રીત છે. તેમ છતાં કેટલાક પરીબળો જુવારના ઉત્પાદન પર અસર કરે છે જે નીચે દશર્ાવેલ છે.
દક્ષિાણ ગુજરાતમાં મુખ્યત્વે જુવાર દાણા માટે વવાય છે. જેમાં ખેડૂતો સ્થાનિક જાતો જે મોડા વાવેતર માટે અનુકૂળ છે. તેવી બીપી પ૩, સુરત ૧ અને જીજે ૧૦૮ અપનાવે છે. આ જાતોની ઉત્પ્ાાદકતા ખૂબ ઓછી તેમજ દાણા ફૂગગ્રાહ્ય છે. દક્ષિાણ ગુજરાતમાં વરસાદ પુરતા પ્રમાણમાં હોય છે. આ સ્થાનિક જાતો વાવેતર હેઠળ હોવાથી બીજા પાકની સરખામણીમાં જુવાર જેવો પાક વધુ નફાકારક થઈ શકયો નથી. આથી વધુ ઉત્પાદકતા ઓછા ખચર્ે મેળવી શકાય. નવી વિકસાવેલ જાતો જેવીકે ગુજરાત જુવાર ૩૮,જીજે ૪૦ની દાણાની ગુણવત્તા દેશી જાતો જેવી છે. ખેડૂતોએ ગુજરાત જુવાર ૩૮,જીજે ૪૦, જીજે ૪૧ અને જીએસએચ ૧ તેમજ તેને અનુરૂપ વિકસાવેલ આધુનિક ખેતી પધ્ધતિઓ વધુ ઉત્પાદન મેળવવા માટે અપનાવવી જોઈએ.