જમીન અને આબોહવા
------------------------
નાગલીએ વિવિધ પ્રકારની જમીન તેમજ વિભિન્ન આબોહવામાં થઈ શકે છે. જયાં અન્ય પાક ઉગાડવાની શકયતા નહિવત હોય તેવી ઓછી ફળદ્રુપ અને ઢાળવાળી જમીનમાં પણ નાગલી થઈ શકે છે પરંતુ સારા નિતારવાળી લાલ, રાખોડી રંગની, ગોરાડુ અને હલકી અથવા મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. ગરમ અને ભેજવાળી આબોહવામાં પાક સારો થાય છે.