વાવણી સમય અને પદ્ધતિ
--------------------------
ધરૂવાડિયું :
ડાંગરની જેમ નાગલીની ફેરરોપણી કરવામાં આવે તો વધુ ઉત્પાદન મળે છે. આ માટે રોપણી લાયક વિસ્તારના ૧૦ માં ભાગ જેટલા વિસ્તારમાં ધરૂ તૈયાર કરવંુ. ડાંગ, સુરત અને વલસાડ જેવા વધુ વરસાદ વાળા પ્રદેશમાં ગાદી કયારા જયારે પંચમહાલ જિલ્લાના ઓછા વરસાદવાળા વિસ્તારમાં સપાટ કયારા બનાવી ધરૂવાડિયું તૈયાર કરવું. ધરૂવાડિયુંની જમીન પડતર હોય તો રાબિંગ કરવુ. ધરૂવાડિયામાં રાબિંગ કરવા માટે નકામું ઘાસ-કચરો, ડાંગરની કુશકી, ઘઉંની ફોતરી વગેરેનો જમીન પર ૧ ઈંચ જાડો થર બનાવવો અને પવનની વિરુધ્ધ દિશામાં સળગાવવું.
જૂન માસમાં પહેલો વરસાદ થયા બાદ વરાપ આવતા ધરૂવાડિયું તૈયાર કરવું. ધરૂવાડિયાની જમીનને બરાબર ખેડીને ઢેફા ભાંગીને સમતળ કરવી. ગાદી કયારા ૧ મીટર પહોળાઈના, ૧૦-૧પ સે.મી ઉંચાઈના અને ઢાળ મુજબ પ-૬ મીટર લંબાઈના બનાવવા. જયારે સપાટ કયારા ૧ થી ૧.પ મીટર પહોળાઈના બનાવવા. દરેક કયારામાં સારૂ કહોવાયેલું છાણિયું ખાતર પ કિલો આપવું. એક હેકટરના ધરૂવાડિયા માટે ર-૩ કિલો નાઈટ્રોજન અને ૧ કિલો ફોસ્ફરસ આપવો. ધરૂવાડિયામાં બીજ છૂટું ન પૂંખતા કોદાળીથી ૧૦ સે.મી. ના અંતરે ચાસ પાડી તેમાં વાવવું. ચાસમાં બીજ વાવવાથી નીંદામણ સરળતાથી કરી શકાય છે અને ધરૂઉછેર સારી રીતે થાય છે. ધરૂવાડિયામાં
નીદામણ, પિયત અને રોગજીવાતની કાળજી અંગે પૂરતું ધ્યાન આપી તંદુરસ્ત ધરૂ તૈયાર થાય તે ખાસ જોવુ.
બિયારણ અને તેની માવજત :
-------------------------------
નાગલીનો દાણો ઝીણો હોઈ એક હેકટરની ફેરકાપણી માટે ૪ થી પ કિલો બિયારણની જરૂર પડે છે. જમીન અને બીજ જન્ય રોગોને આવતા અટકાવવા માટે બીજને ધરૂવાડિયામાં વાવતા પહેલા ૧ કિલો બિયારણ દીઠ ૩ ગ્રામ થાયરમ અથવા કાબર્ોન્ડાઝીમ દવાનો પટ આપવો. રાસાયણિક ખાતરના કાર્યક્ષામ ઉપયોગ માટે બિયારણને પી. એસ.બી અને એઝોસ્પાયરીલમ જૈવિક કલ્ચરનો ૩ ગ્રામ /૧ કિલો બીજ પ્રમાણે પટ આપવો.
ફેરરોપણી :
ધરૂ ત્રણથી ચાર અઠવાડિયાનું થાય ત્યારે તેને ફેરરોપણી માટે ઉપાડવું આ વખતે છોડ પાંચથી સાત પાનનો હોય છે. ફેરરોપણી કરતાં પહેલા પૂરતો વરસાદ હોય ત્યારે જમીનને હળથી ધાવલ કરી પાયાનું ખાતર નાખી સમાર મારવો. ફેરરોપણી લાઈનમાં કરવી. ધરૂ ફેકીને ન રોપતા, મૂળિયા જમીનમાં દબાઈ જાય તે રીતે રોપવુ. નાગલીમાં બે હાર વચ્ચે ૩૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૭.પ સે.મી નું અંતર રાખવંુ.