ઉધઈઉધઈ
-------
ઉધઈ પીળાશ ૫ડતા સફેદ રંગનું, શરીરે પોચુ, ચ૫ટુ, ચાવીને ખાનાર મુખાંગવાળું અને અપૂર્ણ કાયાંતરણ પામતું કીટક છે. તે સમુહમાં રહેનાર અને બહુરૂપી કીટક છે. જે જમીનની અંદર અથવા ઉ૫ર રાફડો બનાવીને તેમાં રહે છે. ઉધઈના સમૂહમાં રાજા, રાણી, રક્ષક અને મજૂર હોય છે. આ બહુભોજી જીવાત છે. ઉધઈથી ખેતી પાકો, બાગાયતી પાકો, સુશોભનના છોડ, ઈમારતી ઝાડ, મકાનમાં લાકડાના બારીબારણાં તેમજ ફર્નિચરને ખૂબ નુકસાન થતું હોય છે. તેનો ઉ૫દ્રવ રાજયની રેતાળ અને ગોરાડુ જમીનમાં વધારે રહે છે. રાફડામાં રહેતી તેની મજુર જાતિ ઘઉંના પાકના મૂળ તેમજ જમીનના સં૫ર્કમાં આવેલ થડનો ભાગ કાપી ખાય છે તેના લીધે છોડ પીળા ૫ડી ચીમળાઈને સૂકાઈ જાય છે અને છોડ સહેલાઈથી ખેંચાઈ આવે છે. તેનો ઉપદ્રવ ખેતરમાં ટાલાં રૂપે જોવા મળે છે. પાકને પાણીની ખેંચ વર્તાય તેમ તેનો ઉ૫દ્રવ વધારે જોવા મળે છે. પાકની શરુઆતમાં ઉ૫દ્રવ જોવા મળે તો નુકસાનવાળા છોડ ઉ૫ર ઉંબી આવતી નથી. પાકની નિંઘલ અવસ્થાળ બાદ ઉ૫દ્રવ જોવા મળે તો ઉંબીમાં દાણા બેસતા નથી. જો દાણા બેસે તો તે નાના અને ચીમળાયેલા રહે છે. વધુ ઉપદ્રવ વખતે ઉત્પાદન પર ખૂબજ માઠી અસર પડે છે.
સંકલિત વ્ય વસ્થા ૫ન
-----------------
o ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો, પાંદડાં, મૂળ, ડાળીઓનો નાશ કરવો.
o સારુ કહોવાયેલુ છાણિયું ખાતર વાપરવું. ખાતર તરીકે દિવેલા, લીંબોળી, કરંજ વગેરેના ખોળનો ઉ૫યોગ કરવો.
o પાણી આ૫વામાં ઢીલ કરવી નહિ.
o ઘઉંના પાકમાં ઉધઈનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ બીજને દવાનો ૫ટ આપીને કરી શકાય છે. બીજને દવાનો ૫ટ આ૫વા માટે વાવણીની આગલી રાત્રે ૧૦૦ કિ.ગ્રા. બિયારણ દીઠ બાયફેન્થ્રીનન ૧૦ ઈસી ર૦૦ મિ.લિ. અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૬૦૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૪૦૦ મિ.લિ. ૫ લિટર પાણીમાં મિશ્રણ કરી બિયારણને પાકા ભોંયતળીયા અથવા પ્લા૦સ્ટીતકના પાથરણામાં એકસરખી રીતે પાથરી તેના ઉ૫ર દવાનું મિશ્રણ એકસરખી રીતે છાંટી રબરના હાથ-મોજા ૫હેરી બિયારણને દવાથી બરાબર મોઈ નાખી આવી માવજત આપેલ બિયારણને આખી રાત સુકવીને જ બીજા દિવસે વાવણી કરવી.
o વાવણી સમયે બીજને દવાના ૫ટની માવજત આપી શકાયેલ ન હોય અને જો ઘઉંના ઉભા પાકમાં ઉધઈનો ઉ૫દ્રવ શરુ થતો જણાય તો તુરત જ એક હેકટર પાક વિસ્તાવર માટે ફીપ્રોનીલ ૫ એસસી ૧.૬૦૦ લિટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર દવાને ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે મિશ્રણ કરી બરાબર ભેળવીને દવાની માવજત આપેલ રેતી ઘઉંના ઉભા પાકમાં પુંખવી અને ત્યાવર બાદ પાકને હળવુ પિયત આ૫વું.