મોલો-મશી મોલો-મશી
--------
બચ્ચાંન અને પુખ્તત મોલો કાળાશ ૫ડતા ઘાટા લીલા રંગની, પોચા અને લંબગોળ શરીર તથા શરીરના પાછળના ભાગે નળી જેવા બે ભાગ બહાર આવેલા દેખાય છે. જે “કોર્નિકલ્સચ” તરીકે ઓળખાય છે. પાકની ફૂટ અવસ્થા એ, ફૂલ અવસ્થાિ બાદ અને ઉંબીમાં મોલો-મશી જોવા મળે છે. મોલો-મશીના બચ્ચાં તેમજ પુખ્ત કીટક પાનની ભૂંગળી તથા પાનમાંથી રસ ચૂસે છે. તેથી પાન પીળા ૫ડી જાય છે. ઉંબી આવ્યાી બાદ તેનો ઉ૫દ્રવ થાય તો ઉંબીમાંના કુમળા દાણામાંથી તે રસ ચૂસે છે. જેથી દાણા બરાબર પોસાતા નથી અને દાણા ઝીણા રહે છે. મોલો-મશીના શરીરમાંથી ચીકણો મધ જેવો ૫દાર્થ ઝરતો હોવાથી પાન ૫ર કાળી ફૂગનો ઉ૫દ્રવ શરૂ થાય છે જે છોડની પ્રકાશસંશ્વલેષણની ક્રિયાને અવરોધે છે. ૫રિણામે છોડની વૃદ્વિ અટકી જાય છે.
સંકલિત વ્યમવસ્થાન૫ન
----------------
o મોલો-મશીના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મણનો ૫રભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પો૫ટી (ક્રાયસો૫રલા) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યાછમાં જોવા મળે છે જેથી જંતુનાશક દવા છાંટવાની જરૂરિયાત રહેતી નથી. તેમ છતાં મોલો-મશીનું પ્રમાણ વધારે જણાય અને પાકને નુકસાન થતું હોય તો ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા મિથાઈલ-ઓ-ડેમેટોન ર૫ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.