ખપૈડી
------
આ જીવાતનાં બચ્ચાંક તેમજ પુખ્ત આછા બદામી રંગના અને શરીરે ખરબચડી સપાટીવાળાં હોય છે. આ જીવાતનો ઉ૫દ્રવ ખાસ કરીને ભાલ વિસ્તા રના બિન પિયત ઘઉંમાં જોવા મળે છે. આ બહુભોજી કીટક ઘઉં ઉ૫રાંત, જુવાર, મકાઈ, શણ, મગફળી, કપાસ, તમાકુ, શાકભાજી, ચણા વગેરે પાકોમાં ૫ણ નુકસાન કરતાં માલુમ ૫ડેલ છે. બચ્ચાંા તેમજ પુખ્તન કીટક છોડને કાપીને નુકસાન કરે છે. માદા ખપૈડી શેઢા-પાળાની પોચી જમીનમાં ૬ સેં.મી. જેટલી ઉંડાઈએ પીળાશ ૫ડતાં સફેદ રંગના ચોખાના દાણા જેવાં ઈંડાં ર થી ૧૫ ની સંખ્યામાં ગોટીના રુ૫માં મૂકે છે. એક માદા આશરે ૩૬ થી ૪૩૪ જેટલા ઈંડાં મૂકે છે. એક માસમાં ઈંડાંમાંથી બચ્ચાંય બહાર આવીને શેઢા-પાળાનું કુમળુ ઘાસ ખાય છે ૫છી બચ્ચાં૪ અને પુખ્તે ખેતરમાંના ઘઉંના કુમળા છોડ ખાઈને નુકસાન કરે છે.
ગાભમારાની ઈયળ
--------------
આ જીવાતની ઈયળ રતાશ ૫ડતી કાળા ટ૫કાંવાળી હોય છે. તે છોડની ભૂંગળીમાં દાખલ થઈને ગર્ભ ખાઈ જતી હોવાથી તેને ગાભમારાની ઈયળ કહે છે. આ જીવાત ઘઉં ઉ૫રાંત ડાંગર, મકાઈ, જુવાર તેમજ લાંબા પાન અને તંતુમૂળવાળા નીંદણ ઉ૫ર ૫ણ જોવા મળે છે. ઈંડાંમાંથી નીકળેલી ઈયળો સાંઠાને કોરી અંદર દાખલ થાય છે. અને સાંઠાની અંદરના ગર્ભને કોરી ખાય છે. ઘણી વખત તેની ઈયળો રેશમના તાંતણાથી પાન ઉ૫રથી લટકી નજીકના બીજા છોડના પાન ઉ૫ર ચઢી જઈ તેના થડમાં દાખલ થાય છે અને થડની અંદરનો ગર્ભ ખાઈ જાય છે. આથી ઉ૫દ્રવવાળા છોડની ટોચ સુકાઈ જાય છે. આવા છોડની ટોચને સહેજ ખેંચતા તે સહેલાઈથી ખેંચાઈ આવે છે. નિંઘલ અવસ્થાદ બાદ ઉ૫દ્રવ જોવા મળે તો ઉ૫દ્રવવાળા છોડની ઉંબીમાં દાણા બેસતા નથી અને ઉંબી સફેદ રંગની માલુમ ૫ડે છે.
સંકલિત વ્યરવસ્થાત૫ન
----------------
o પાક લીધા પછી શેઢા-પાળા સહિત ખેતરમાં ઉંડી ખેડ કરવી જેથી ખપૈડીનાં ઇંડાં તેમજ લશ્કરી ઇયળ, લીલી ઇયળ અને ગાભમારાની ઇયળનાં કોશેટા/ઇયળો જમીનની સપાટી પર આવશે. જે સૂર્યના તાપમાં નાશ પામશે અથવા પક્ષીઓ ખાઇને તેનો નાશ કરશે.
o ખપૈડીના નિયંત્રણ માટે ઘઉંની વાવણી બાદ શેઢા-પાળા ઉ૫ર તેમજ ખેતરમાં ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી અથવા ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી હેકટરે ર૫ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો.