સુરતી ભેંસઆ ઓલાદનું મૂળ વતન ગુજરાત રાજયનો ખેડા જિલ્લોગ અને તેની આસપાસનો વિસ્તાુર છે. આમ તો આ ઓલાદની ભેંસો ઉત્તરમાં અમદાવાદથી દક્ષિણમાં સુરત સુધી જોવામાં આવે છે, પણ સારી નમૂનેદાર ભેંસો ચરોતર વિસ્તાતરમાં મહી અને વાત્રક નદીની વચ્ચે ના પ્રદેશમાં આણંદ, બોરસદ, નડિયાદ, કઠલાલ, કપડવંજ અને પેટલાદ તાલુકાઓમાં જોવા મળે છે. આ ઓલાદની ભેંસોને દેશી, ચરોતરી, નડિયાદી અને ગુજરાતી જેવા ઉપનામોથી ઓળખવામાં આવે છે.
શારિરીક લક્ષણો:
આ ભેંસો મઘ્યકમ કદની અને 5ાસાદાર બાંધાની હોય છે. પૂંઠ્નો ભાગ પહોળો, ઉંડો કોઠો અને છાતીનો ભાગ પહોળો હોય છે. અંગ્રેજીમાં આવાં જાનવરોને ભભવેજભભ આકારનાં કહેવામાં આવે છે. આવા બાંધાવાળી ભેંસ વધુ દૂધ આ5તી હોય છે. ભેંસો રંગે ભૂરાથી માંડીને કાળી હોય છે. ઘણા જાનવરોને કપાળમાં, પગ ઉપર, ધૂંટણ ઉપર અને થાપાના સાંધાની નીચે અને પુંછડીની ચમરી પર, સફેદ રંગના વાળ જોવા મળે છે.
આર્થિક લક્ષણો :
આ ઓલાદ દેશમાં દૂધક્ માટે જાણીતી છે. વળી તેના દૂધમાં ફેટનું પ્રમાણ સારું હોવાથી ઘી ઉત્પાદન પણ સારું મળે છે.
1. પ્રથમ વિયાણની ઉંમર --> 4ર થી 48 માસ
ર. બે વિયાણ વચ્ચે નો ગાળો --> 15 થી 18 માસ
3. વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન --> 1ર00 થી 1500 કિ.ગ્રા.
4. દૂધાળા દિવસો --> 300 દિવસ
5. વસુકેલા દિવસો --> 150 દિવસ
6. દૂધમાં ચરબીનું પ્રમાણ --> 7 થી 7.50 ટકા