મહેસાણી ભેંસભેંસોની આ ઓલાદ સુરતી અને મુરાહ ભેંસની ઓલાદના સંકરણથી ઉદભવેલ હોઈ આ ઓલાદ શુઘ્ધ નથી. આ ઓલાદનું વતન મહેસાણા જિલ્લો છે જેથી તેને મહેસાણી તરીકે ઓળખાય છે. અમદાવાદ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામઓમાં પણ આ ઓલાદ જોવા મળે છે. ઉપરાંત ગુજરાત રાજય બહાર મુંબઈ અને પૂના જેવાં મોટાં શહેરોમાં પણ જોવા મળે છે.
શારિરીક લક્ષણો :
આ ઓલાદ શુઘ્ધલ નહિ હોવાથી બધાં જાનવરોમાં એકસરખાં બાહય લક્ષણો જોવા મળતાં નથી. કેટલાંક જાનવરો સુરતી ઓલાદને તો કેટલાંક મુરાહ ઓલાદને વધુ મળતા આવતા હોય છે. તો કેટલાંક બંને ઓલાદો સાથે સરખાપણું ધરાવતા જોવા મળે છે. આ ઓલાદની ભેંસો મુરાહ કરતાં નાની પણ સુરતી કરતાં કદમાં મોટી હોય છે. રંગે ભૂરી, કાળી કે ચાંદરી હોય છે.
આર્થિક લક્ષણો :
આ ઓલાદનાં જાનવરો સ્વ ભાવે નમ્ર અને શાંત હોય છે. આ ઓલાદ દૂધ ઉત્પાદન સારા પ્રમાણમાં આપે છે. તેમજ તેના દૂધમાં ચરબીનું પ્રમાણ સારૂં હોવાથી ઘી માટે જાણીતી છે.
1. પ્રથમ વિયાણની ઉંમર --> 4ર થી 48 માસ
ર. બે વિયાણ વચ્ચેઉનો ગાળો --> 15 થી 16 માસ
3. વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન --> 1500 થી 1800 કિ.ગ્રા.
4. દૂધાળા દિવસો --> 310 દિવસ
5. વસુકેલા દિવસો --> 1ર0 થી 160 દિવસ
6. દૂધમાં ચરબીનું પ્રમાણ --> 6.5 થી 7.0 ટકા