Navsari Agricultural University

જાફરાબાદી ભેંસ

આ ઓલાદનું મૂળ વતન સૌરાષ્ટ્ર માં આવેલ ગીરનું જંગલ છે. આ ઓલાદની ભેંસો સૌરાષ્ટ્ર ના જિલ્લાનઓમાં જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી, પોરબંદર અને સુરેન્દ્રઅનગરમાં જોવા મળે છે. જુનાગઢ જિલ્લાાનાં જાફરાબાદ ગામના નામ ઉપરથી આ ઓલાદનું નામ જાફરાબાદી પડયું છે.

શારિરીક લક્ષણો:

આ ઓલાદની ભેંસો આપણા દેશની અન્યમ ભેંસોની ઓલાદની સરખામણીએ મોટા કદની અને વજનમાં ભારે છે. ભેંસો ઘણીખરી રંગે કાળી હોય છે પરંતું ભૂરા રંગની ભેંસો પણ જોવા મળે છે. ચામડી જાડી અને ઓછા વાળવાળી હોય છે. માથું ઘણું મોટું હોય છે. માખલી ટૂંકી અને પહોળી હોય છે. કપાળનું હાડકું થોડું વધારે પહોળું થઈ આંખોને ઢાંકી રાખે છે જેથી કેટલીક વખત આંખો મોટી હોવા છતાં ઢંકાયેલી હોવાથી ઘણી નાની દેખાય છે. માથાની બંને બાજુએથી કપાળના મૂળમાંથી માથું દબાવીને શિંગડાં નીકળે છે.

આર્થિક લક્ષણો :

1. પ્રથમ વિયાણની ઉંમર --> 48 થી 54 માસ
ર. બે વિયાણ વચ્ચેઉનો ગાળો --> ર0 થી ર4 માસ
3. વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન --> રર50 થી ર300 કિ.ગ્રા.
4. દૂધાળા દિવસો --> 360 દિવસ
5. વસુકેલ દિવસો --> ર50-300 દિવસ
6. દૂધમાં ચરબીનું પ્રમાણ --> 9 થી 10 %

દૂધમાં ફેટનું પ્રમાણ ઘણું સારું તેમજ ફેટના કણો મોટા હોવાથી ઘી ઉત્પાદન માટે ઘણું અનુકૂળ છે.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.