આ રોગ ફૂગથી થાય છે. ડાંગરની કંટી નીકળવાના સમયે વધારે પડતો વરસાદ, વાદળછાયું અને ગરમ ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આ રોગ વધારે પ્રમાણમાં ફેલાય છે અને ઉત્પાદન પર માઠી અસર થાય છે. આ રોગની ફૂગનું આક્રમણ કંટી નીકળે ત્યારે થાય છે. પરંતુ સમયાંતરે ફૂગની વૃધ્ધિ થઈ દાણા પાકવા આવે ત્યારે અંગારિયાની ગાંઠો દેખાય છે. કંટીમાં દાણાની દૂધિયા અવસ્થાએ આ રોગનો ઉપદ્રવ જોવા મળે છે. શરૂઆતમાં કંટીમાં અમુક દાણામાં પીળાશ પડતા લીલા રંગની ફૂગનો જથ્થો જોવા મળે છે. તેની વૃધ્ધી થતાં ધીમે ધીમે કાબુલી ચણા જેવા મખમલીયા દાણા દેખાય છે.જેમાંથી લીલાશ પડતા કાળા રંગના પાઉડરના રૂપમાં ફૂગના બીજાણુંઓ બહાર પડે છે. જે પવનથી ખેતરમાં ફેલાય છે. આમ, દાણાની જગ્યાએ બીજાણું નો જથ્થો (ગાંઠ) થવાથી ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.
નિયંત્રણ:
- રોગમુકત વિસ્તારનું તંદુરસ્ત બિયારણ પસંદ કરવું.
- બીજને વાવતાં પહેલાં ર% મીઠાના દ્રાવણમાં બોળી ઉપર તરતા હલકા અને અંગારિયાવાળા રોગિષ્ટ બીજ દૂર કરી નાશ કરવો અને ૧ કિલો દીઠ ૩ ગ્રામ પ્રમાણે થાયરમ કે કાર્બેન્ડાઝીમ દવાનો પટ આપવો.
- ભલામણ કરતાં વધારે નાઈટ્રોજનયુકત ખાતરો આપવા નહિ.
- જયાં દર વષેઁ આ રોગ આવતો હોય ત્યાં કંટી નીકળવાની તૈયારી હોય ત્યારે અને અવારનવાર વરસાદના ઝાપટાં પડતાં હોય તો ૧૦ લિટર પાણીમાં રપ ગ્રામ મેન્કોઝેબ ૭પ% વે.પા. અથવા ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ પ૦ % વે.પા. અથવા ૧૦ ગ્રામ કલોરોથેલોનીલ ૭પ% વે.પા. અથવા ૧૦ મિ.લિ. પ્રોપીકોનાઝોલ રપ ઈ.સી.ના દ્રાવણનો હેકટર દીઠ ૩૦૦ થી ૪૦૦ લિટર દ્રાવણના ૧૦ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
- ઉનાળામાં ઉંડી ખેડ કરી જમીનને ખૂબ તપવા દેવી.
- જયાં આ રોગ સતત આવતો હોય તેવા વિસ્તારમાં બે વષ્ર્ા સુધી ડાંગરનો પાક ન લેતાં ફેરબદલી કરવી.