NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  થડનો સડો

આ રોગ ફૂગથી થાય છે. દુનિયાના ડાંગર ઉગાડતા લગભગ બધા દેશોમાં વધતા ઓછા પ્રમાણમાં આ રોગ જોવા મળે છે.આ રોગ ને કારણે ૧૦ થી ૭પ% સુધી નુકસાન નોંધાયેલ છે. ડાંગરની ફૂટ અવસ્થા પુરી થાય અને જીવ પડવાના સમયે આ રોગની શરૂઆત થાય છે. છોડના થડ ઉપર જમીનથી ૬ થી ૧૦ સે.મી. ઉંચાઈએ પાણથી ઉપરના ભાગમાં ચૂસિયાં પ્રકારની જીવાતથી અથવા દ્યા (ચાઠાં ) પડેલ હોય તેમાંથી ફૂગ દાખલ થાય છે. શરૂઆતમાં આ ભાગ પર કાળા ડાદ્ય પડે છે.તેમાં ફૂગની વૃધ્ધિ થતાં થડમાં આગળ વધે છે. થડ કહોવાઈ કાળું પડે છે. આવા રોગિષ્ટ છોડની કંટીમાં પુરતું પોષ્ણ ન મળવાથી દાણા હલકા અને પોચા રહે છે. ચૂસિયાં જીવાતનો ઉપદ્રવ વધારે હોય તેટલા પ્રમાણમાં રોગની તીવ્રતા પણ જોવા મળે છે. થડ પોચા પડી જવાથી છોડ ભાંગી પડે છે. કંટીમાં દાણા અપરિપકવ રહી જાય છે. રોગિષ્ટ છોડના થડને ઉભો ચીરીને જોતાં તેમાં તેમાં ફૂગના કાળા બીજાણું દેખાય છે. આ રોગથી દ્યણું નુકસાન થાય છે.

નિયંત્રણ:

  • ડાંગરની કાપણી પછી રોગિષ્ટ પાકના અવશેષ્ બાળીને નાશ કરવો.
  • ઉનાળામાં ઉંડી ખેડ કરીને જમીન ને તપાવવી અને પાકની ફેરબદલી કરતા રહેવાથી રોગ અટકે છે.
  • રોગ તેમજ ચૂસિયાં જીવાત સામે પ્રતિકારક શકિત ધરાવતી જાતો જેવી કે જી.આર.૧૦૧, જી.આર. ૧૦ર,જી.આર. ૧૦૪, જી.આર. ૧ર, આઈ.આર.રર, આઈ.આર.ર૮, નર્મદા, ગુર્જરી, સુખવેલ-ર૦ વગેરેનો વાવેતરમાં ઉપયોગ કરવો.
  • રોપાણ ડાંગરમાં પાણીનું પ્રમાણસર નિયમન કરવાથી રોગ આવતો અટકે છે.
  • ભલામણ કરતાં વધારે નાઈટ્રોજનયુકત ખાતરોનો ઉપયોગ કરવો નહી.
  • ચૂસિયાં પ્રકારની જીવાતોનું સમયસર નિયંત્રણ કરવાથી પણ આ રોગની અટકાયત થાય છે.
  • કરમોડી રોગમાં જણાવ્યા મુજબ શોષક પ્રકારની ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવાથી પણ આ રોગ અટકે છે અથવા ૧૦ મિ.લિ. પ્રોપીકોનાઝોલ રપ ઈ.સી.ના દ્રાવણનો હેકટર દીઠ ૩૦૦ થી ૪૦૦ લિટર મુજબ છંટકાવ કરવો.

Paddy Stem

રોગ:

  • મોટા ભાગના ફૂગજન્ય રોગો બીજ મારફતે ફેલાતા હોવાથી બીજને વાવતાં પહેલાં આગળ જણાવ્યા મુજબ માજવત આપવાથી સુકારો અને અન્ય બીજ જન્ય રોગ આવતા અટકે છે.
  • ડાંગરના કરમોડી રોગમાં શરૂઆતમાં પાન પર ત્રાક આકારનાં નાનાં ભૂરા / બદામી રંગના ટપકાં જોવા મળે છે.
  • પાકમાં આ રોગના ચિન્હો દેખાય કે તરત જ ટ્રાયસાયકલોઝોલ ૬ ગ્રામ અથવા થાયોફેનેટ મિથાઈલ ૧૦ ગ્રામ અથવા અડીફેનફોસ ૧૦ મી.લી. પૈકી કોઈપણ એક દાવા ૧૦ લ્િાટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી રોગ કાબુમાં આવે છે.
  • જમીનમાં જસત તત્વની ઉણપને લીધે પાન તપખીરીયા બદામી કે લોખંડ પર લાગતા કાટ જેવા તાંબાનાં રંગના થઈ જાય છે. ખેડૂતો તેને ''તાંબીયો'' રોગથી ઓળખે છે.
  • આ રોગ ન આવે તે માટે ઘાવલ કરતી વખતે પ્રતિ હેકટરે રપ થી ૩૦ કિગ્રા ઝીંક સલ્ફેટ જમીનમાં રોપવું અથવા રોપણી પછી પણ ૬૦ દિવસ સુધી પુંકીને આપી શકાય.

ડાંગરના રોગો અને તેનું નિય્ંત્રણ:-

ડાંગરમાં ખાસ કરીને કરમોડી (બ્લાસ્ટ), પાનનો સુકારો (બ્લાઈટ), ગલતઆંજીયો (ફોલ્સ સ્મટ), ભૂરા ટપકાં અને ભૂરી કંટીના રોગો ખાસ કરીને આવતા હોય છે. રોગના નિયંત્રણ માટે રોગમુકત વિસ્તારનું પ્રમાણિત બીયારણ પસંદ કરવું. રોગોને આવતા અટકાવવા વધુ અસરકારક અને ઓછી ખચર્ળ પધ્ધતિ એટલે બીજ માવજત. આથી ડાંગરનું ધરૂ નાખતાં પહેલાં ડાંગરના બીજને માજવત આપવી ખૂબ જ જરૂરી છે.

  • બીજ માવજત: ડાંગરના બીજજન્ય રોગોના નિયંત્રણ માટે ધરૂ નાખતા પહેલા ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ દવાનો પટ આપવો.
  • ડાંગરમાં કરમોડીનો રોગ દેખાય કે તરત જ ઉપદ્રવ્િાત છોડને ઉખેડી નાશ કરવો. નાઈટ્રોજન ખાતરનો આપવાનો થતો હપ્તો અટકાવવો અને ટ્રાયસાયકલોઝોલ ૭પ ટકા દવા ૬ ગ્રામ અથવા કાબરેન્ડાઝીમ પ૦ ટકા વે.પા. ૧૦ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧પ દિવસના અંતરે છંટકાવ કરવો.
  • ડાંગરના પાકમાં ઝાળ (સુકારા)નો રોગ દેખાય તો તાત્કાલિક રોગિષ્િટ છોડને ઉખેડી નાક કરવો, નાઈટ્રોજન ખાતરનો ઉપયોગ બંધ કરવો અને ર૦ લીટર પાણીમાં ૦.પ ગ્ા્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન ત્ર ૧૦ ગ્રામ કોપર ઓકિસકલોરાઈડ દવાના ૧૦ થી ૧ર દિવસના અંતરે બે છંટકાવ કરવા.
  • ઝાંખા દાણા / ભુખરી કંટીના રોગના નિયંત્રણ માટે કંટી નીકળવાની અવસ્થાથી શરૂ કરી ૧૦ દિવસના અંતરે મેન્કોઝેબ ૭પ ટકા વે.પા. દવા ૩૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ રપ ટકા ઈ.સી. ૧૦ મી.લી. અથવા ટ્રાયફલોકસીસ્ટ્રોબીન રપ ત્ર ટેબુકોનાઝોલ પ૦ (૭પ વેટેબલ ગા્રેન્યુલ્સ) ૪ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્રણનો છંટકાવ કરવો.
  • જે વિસ્તારમાં દર વરસે ગલત આંજીયો રોગ આવતો હોય તે વિસ્તારમાં કંટી નીકળવાના સમયે મેન્કોઝેબ ૭પ ટકા વે.પા. દવા રપ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં નાખી ૧૦ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
    ડાંગરની ફેરરોપણી ''શ્રી'' અને ''સીરા'' પધ્ધતિ અપનાવવી.