સામન્ય રીતે ડાંગર પાકની પરિપકવતાનો આધાર તેની જાત, આબોહવા, જમીનનો પ્રકાર અને વરસાદ/પાણીની ઉપ્લબ્ધતા વગેરે પર હોય છે. પરતું ડાંગરની કાપણીના સમય બાબતે થયેલ સંશોધન/અખતરા પર થે ફલીત થાય છે કે ડાંગરની કાપણી તે દેહધાર્મિક રીતે પરીપકવ થાય ત્યારે કરી લેવી જોઈએ. આ અવસ્થામાં ડાંગરનો છોડના ઉપરના પાન પુરા સુકાયા ન હોય પરંતુ કંટીમાં દાણા કઠણ બન્યા બાદ તેનો રંગ પીળો દેખાય એટલે કે દાણા પૂરેપુરા પરીપકવ થાય અને કંટી દાંડીઓ સહેજ લીલી રહે ત્યારે કાપણી કરી લેવી જોઈએ. સામાન્ય રીતે ડાંગરના પાકમાંથી કંટી નીકળ્યા બાદ રપ થી ૩૦ દિવસે ડાંગરનો પાક લણવાને લાયક બને છે.