બીજ એ વનસ્પતિનું સૌથી નાનું જીવીત એકમ છે, કે જેમાં જે તે જાતના બધા લક્ષણોની જનીનિક ક્ષમતા સુષુપ્ત અવસ્થામાં જળવાઈ રહેલી હોય છે.પાક ઉત્પાદનની પરિપેક્ષ બીજ એ અનુવંશિક સુધ્ધતાવાળા, નીંદામણના બીજથી મુક્ત, ભેળસેળ વગરના, સારા ઉગવાની અને વધુ ઉત્પાદન આપવાનીક્ષમતાધરાવતા, સમાન કદવાળા, ભેજ મુક્ત દાણ ને બીજ કહેવાય છે. આમ જોઈએ તો દરેક બીજ આખરેતો દાણ જ કહેવાય પણ , દરેક દાણાને આપણે બીજ તરીકે ના ગણી શકીએ . વૈજ્ઞાનિક પદ્ધતિથી સુવ્યવસ્થિત રીતે હાથ ધરેલ બીજ ઉત્પાધન કાર્યક્રમ હેઠળ ગુણવત્તાના નક્કી કરેલ ધારા ધોરણ મુજબ તૈયાર કરેલા દાણા ને જ બીજ નો દરજ્જો મળે છે. ડાંગરના બીજની સંરચના નીચે મુજબની હોય છે.
પાકની વૃદ્ધિ માટે પુરા પાડવામાં આવતાં અન્ય સાધન સામગ્રીનો અને વાતાવરણીય પરિબળોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરવાની ક્ષમતા અનુવંશિક હોય છે, અને જે બીજ સાથે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન થતી હોય છે. તેથી બીજ સારું તો ઉત્પાદન સારું. કોઈ પણ પાકની ખેતી માટેનો મૂળભૂત ઘટક બીયારણ છે. ઉત્તમ ગુણવતા ધરાવતું બીજ એ પાક ઉત્પાદનનું પાયાનું, સૌથી સસ્તું અને અગત્યનુંઆધારભુત અંગ બન્યું છે. તેથી બીજની પસંદગી એ આધુનિક ખેતીની કરોડરજ્જુ સમાન છે. આ વાત ડાંગરના પાકને પણ લાગુ પડે છે. ડાંગરની ખેતીમાં પણ બીજ અને બીજની ગુણવત્તાનું મહત્વ અનન્ય છે.
|
|