NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

બિયારણની ગુણવત્તા

કોઈપણ પાકની ખેતી માટેનો મૂળભૂત ઘટક બીયારણ છે. જેને કૃષિ ઉત્પાદનનું હ્રદય ગણવામાં આવે છે. ઉત્તમ ગુણવત્તા ધરાવતું બીજ એ પાક ઉત્પાદનનું પાયાનું સૌથી સસ્તું અને અગત્યનું આધારભુત અંગ બન્યું છે. તેથી બીજની પસંદગી એ આધુનિક ખેતીની કરોડરજ્જુ સમાન છે. તેથી બીજ સારું તો ઉત્પાદન સારું. આ વાત ડાંગરના પાકને પણલાગુ પડે છે. ડાંગરની ખેતીમાં પણ બીજ અને બીજની ગુણવત્તાનું મહત્વ અનન્ય છે. ડાંગર બીજની ગુણવત્તા પર અસર કરતા પરિબળો પૈકી આનુવંશિક તેમજ ભૌતિક શુધ્ધતાએ મુખ્ય પરિબળો છે.

બિયારણની ઉચ્ચ ગુણવત્તા શા માટે જરૂરી છે

  • ઉચ્ચ ગુણવતાવાળા બિયારણ વાપરવાથી બીજનો ઉગાવો એકસાથે અને એકસરખો થાય, છોડનો વૃધ્ધિનો જુસ્સો વધારે રહે છે.
  • બીજનો એકસાથે અને એક સરખા જુસ્સામાં ઉગાવો થતાં પાકનો વૃધ્ધિ વિકાસ એકસરખો થાય છે, પરિણામે પાક ઉત્પાદનમાં વપરાતા અન્ય ઘટકોનો એકસરખો લાભ બધા છોડને મળે છે. પાક સંરક્ષણમાં વધારે અનુકુળતા રહે છે.
  • ગામાં/ ખાલાં ન હોવાથી એકમ વિસ્તારમાં પુરતી છોડની સંખ્યા જળવવાથી ઉત્પાદનમાં ઘટ ન પડે.
  • બીજજન્ય રોગોનો પ્રસાર થતો અટકાવી શકાય.
  • ખેતરમાં એકસરખો તંદુરસ્ત પાક હોવથી નિર્ધારિત ઉત્પાદન મેળવી શકાય છે.
  • સુધારેલ જાતની ૧૨ થી ૧૫ ટકા વધારે ઉત્પાદન આપવાની ક્ષમતા હોય છે, જ્યારે સુધારેલ જાતના ગુરવત્તાસભર બિયારણની ૨૫ થી ૩૦ ટકા વધારે ઉત્પાદન આપવાની ક્ષમતા હોય છે.