ખરીફ ડાંગરની ફેરરોપણી માટે જુલાઇનું પ્રથમ પખવાડીયું ઉત્તમ સમય છે. ડાંગર ફેરરોપણીનો આ સમય જાળવવા માટે ડાંગરનું ધરૂવડીયું જુનના પ્રથમ અઠવાડીયામાં ડાંગર બીજનું વાવેતર કરવું.