NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ડાંગરના ધરૂની માવજત

સામાન્ય રીતે ર૧ થી રર દિવસે ધરૂ રોપણી લાયક બને છે. મોટી ઉંમરના ધરૂનો ઉપયોગ કરવાથી ફુટ ઓછી આવે છ અને સરવાળે ઉત્પાદન ઓછું મળે છે. રોપણી પહેલાં ધરુના મૂળને જૈવિક ખાતર જેવા કે એઝોટોબેકટર, (બી.એફ.૧૦૧૩) અથવા એઝોસ્પીરીલીમ(એ.એસ.એ.૧) ના ૧ મીલી દ્રાવણમાં ૧૦૮ જીવંત જીવાણુંઓ હોય તેવા દ્રાવણમાં ૧પ મીનીટ બોળીને અને બાકીના દ્રાવણને રોપણી પહેલાં જમીનમાં આપવાથી એક હેકટરે રપ કિ.ગ્રા. નાઈટ્રોજનની બચત થાય છે. રોપણી સમયે કયારીમાં બહુ પાણીન રાખવું જેથી ધરુ સારી રીતે ચોંટી જાય.