NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ખાતરની જરૂરિયાત

સામાન્ય રીતે છોડને પોતાનો ખોરાક બનાવવા તેમજ દેહધાર્મિક ક્રિયાઓ માટે આ ૧૬ તત્વો કાર્બન,  હાઈડ્રોજન, ઓકિસજન,  નાઈટ્રોજન,  ફોસ્ફરસ,  પોટાશ, સલ્ફર/ગંધક,  લોહ,  જસત, કેલ્શીયમ,  મેગ્નેશિયમ, તાંબુ,  મેંગેનીઝ,  બોરોન અને મોલીબ્લેડમ ઉપરાંત ખુબજ ઓછી માત્રામાં નિકલ, ક્લોરીન અને સીલીકોનની જરુર પડે છે.  જે પૈકી કર્બન , હાઈડ્રોજન, ઓકિસજન હવા અને પાણીમાથી અને બાકીના જમીનમાથી મેળવે છે. એક અભ્યાસ મુજબ એક હેક્ટર વિસ્તારમાથી ડાંગરનો  પાક ૯૫ કિલો નાઈટ્રોઝન, ૩૧ કિલો ફોસ્ફરસ, ૯૮ કિલો પોટાશ, ૧.૪ કિલો લોહ, ૧૦ કિલો કેલ્શીયમ, ૩૫ કિલો મેગ્નેશિયમ, ૭ કિલો ગંધક, અને ૧૭૦ ગ્રામ જસત શોષણ કરે છે. 

સામાન્ય રીતે ડાંગરને જરુરી પોષક તત્વો ઓછા વત્તા પ્રમાણમા જમીનમા હોય  જ છે. પરંતુ એક જ જમીનમા એકનો એક પાક વાવવાથી, બહુપાક અને ઘનીષ્ટ પાક લેવાથી  તેમજ જમીનનુ ધોવણ, નિન્દણ દ્વારા શોષણ,  અલભ્ય સ્વરુપમા ફેરવાય જવાથી જમીનમા પોષક તત્વોની ઉણપ વરતાય છે. જેને લીધે ઉત્પદન ઉપર માઠી અસર પડે છે. આથી ડાંગરનું વધુ ઉત્પાદન મેળવવા વધારાના તત્વો જમીનમાં ઉમેરવા જોઈએ. દક્ષિણ ગુજરાતમાં ડાંગરના વાવેતર વિસ્તાર આબોહવાકિય અને ભુસ્તરિય પરિસ્થિતિ ધ્યાને લઈ  મુખ્યત્વે ત્રણ – દરીયા કિનારાની ક્ષારિય-ભસ્મિક જમીન, મધ્યમાં સમતલ જમીન અને ઉત્તરિય ડુંગરળ જમીન,  વિભાજીત છે.  તેથી વનસ્પતિની વૃધ્ધિ દરમ્યાન વિવિધ પરિબળો જેવા કે જમીન અને હવામાં ભેજનું પ્રમાણ, જમીનના રાસાયણિક, જૈવિક અને ભૌતિક પરીબળોને જરૂરી પોષક તત્વોની લભ્યતામાં ફેરફાર, પોષક તત્વોની ઊણપ કે વિશેષ  પ્રમાણને કારણે ત્રણેય વિસ્તારમાં ઉગાડવામાં આવતા ડાંગરનાં પાકને વધારાનાં ખાતરનું પ્રમાણ અને પ્રકાર અલગ હોય જે તે વિસ્તાર માટે થયેલ ભલામણો મુજબ નીચે પ્રમાણે રાસાયણિક તથા સેન્દ્રીય ખાતર આપવા.