NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

સોઈલ હેલ્થ કાર્ડ

જમીન એ આપણને કુદરત તરફથી મળેલ સીમિત સ્ત્રોત છે. જેનો એક ઈંચનો દળ બનતા સેંકડો વર્ષ લાગે છે પણ જમીન અને પાણી બગડવામાં બહુ સમય લાગતો નથી. જયારે આપણે જમીનમાંથી પાક ઉત્પાદન લઈએ છીએ, ત્યારે થતી ખેત પ્રક્રિયાથી જમીનમાં કેટલીક અડચણો ઉભી થાય છે, જેવી કે જમીનનો ઘડો ફૂટે છે, જમીનનો પ્રત બગડે છે. જમીન પર ખેત કાર્યોથી ઉપર-નીચે થઈ જમીન ખુલ્લી થતા તેમાંથી સેન્દ્રિય પદાર્થેને તથા નાઈટ્રોજન અને ગંધક હવામાં ઉડે છે. સિંચાઈ કરવાથી પોષકતત્વો જમીનમાં નીચે ઉતરી જાય છે, વળી સિંચાઈના પાણી સાથે જમીનમાં ક્ષાર જમા થાય છે, આ બધા પરિબળોથી જમીન બગડે છે, વળી જયારે આપણે જમીનમાંથી એક વીઘે ખાંડી મગફળી પકવીએ છીએ ત્યારે તેની સાથે અઢી ખાંડી પાલો થાય છે, આમ કુલ ૩.પ ટન સૂકો પદાર્થ ઉત્પન્ન્ થાય છે, જેની સામે વીઘે સવાસો કિલો જેટલા પોષકતત્વોનો જમીનમાંથી ઉપાડ થાય છે. સતત ખેતી કરવાથી અને વર્ષમાં બે થી વધારે પાક લેવાથી તેટલા પોષકતત્વો જમીનમાં ન ઉમેરવામાં આવે તો જમીનમાં પોષકતત્વોની અમસતુલા સર્જાય છે. આમ એટલા માટે જમીનનું રાસાયણિક પૃથકકરણ આવશ્યક બની જાય છે, જેનાથી જમીનમાં પોષકતત્વો ની લભ્યતા સ્થિતિ અને સંતુલનનો ખ્યાલ આવે. જમીનમાંથી વધુ ઉત્પાદન લેવાની લ્હાઈમાં આપણે કશુંક ચૂકત તો નથી ને? હા, ઉત્પાદન વધારવાની ઉતાવળમાં આપણે જમીનમાં વ્યાપી રહેલી લયબધ્ધતાને અવગણી છે. જમીનનાં સૂક્ષમજીવોનો આહાર સેન્દ્રિય પદાર્થ છે, સેન્દ્રિય ખાતરોનો વપરાશ ઘટયો છે, તેથી જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ ઘટયું છે અને રાસાયણિક ખાતરોના આડેધડ વપરાશને લીધે જમીનમાં પોષકતત્વોની અસમતુલા ઉભી થયેલ છે, પરિણામે જમીનનું સ્વાસ્થ્ય બગડયું છે, આપણી જમીનની તંદુરસ્તીની જાળવણી કરવા સરકારે સોઈલ હેલ્થ કાર્ડનો પ્રયોગ અમલી બનાવવાની મહત્વાકાંક્ષી યોજના હાથ ધરેલ છે.

સોઈલ હેલ્થ કાર્ડ એટલે શું?

   સોઈલ હેલ્થ કાર્ડ એ ખેડૂતનું નસીબ ખોલવાની ચાવી છે તેમજ જમીનની તંદુરસ્તીનો મેડીકલ રીપોર્ટ છે. જેના પરથી ખેડૂત તેને મળેલા કાર્ડને આધારે યોગ્ય સારવાર આપી જમીનની ટકાઉ ઉત્પાદકતા જાળવી શકશે તેમજ તેના કુટુંબનું ભરણપોષણ કરી આર્થિક રીતે પગભર બની સમાજમાં ઈજજતભેર જીવી શકશે. ગુજરાત સરકારશ્રી દ્વારા સને ર૦૦૩-૦૪ થી સોઈલ હેલ્થ કાર્ડ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં રાજયના તમામ ખેડૂતોને ૪ર.૩૯ લાખ ખાતેદારે સોઈલ હેલ્થ કાર્ડ પૂરા પાડવાનો નિર્ધાર કરવામાં આવેલ છે. સોઈલ હેલ્થ કાર્ડ એ ખેડૂતની જમીનની કુંડળી છે, તેમાંથી જમીન માલીકને જમીનનો પ્રકાર, જમીનમાં તત્વોની લભ્યતા, જમીનની ફળદ્રુપતા, જમીનમાં ખારાશ વગેરેની માહિતી મળે છે. શરૂઆતનાં પહેલા તબકકામાં દરેક ગામ વાર ૧૦ નમૂનાઓ એકઠા કરી અને તેનું પૃથકકરણ કરાવી અને તેનાં પરથી દરેક ખેડૂતને સોઈલ હેલ્થ કાર્ડ આપવાનું સરકારશ્રીએ શરૂ કરેલ છે અને બીજા તબકકામાં અત્યારે ગામ દીઠ ર૦ નમૂનાઓ એકત્ર કરીને ત્યારબાદ તેના પૃથકકરણ અહેવાલ પરથી ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવાની યોજના ચાલુ છે.

સોઈલ હેલ્થ કાર્ડના હેતુઓ :

 • ખેડૂત તેની જમીનને ઓળખે.
 • સોઈલ હેલ્થ કાર્ડને આધારે ખેડૂત જમીનને યોગ્ય સારવાર આપે.
 • જમીનને ફળદ્રુપતા અને ઉત્પાદકતા ટકાઉ બનાવે.
 • પાકનું આયોજન કરે.
 • વધુ આર્થિક વળતર મેળવે.
 • બિન ખેતીલાયક જમીનને ખેતીલાયક બનાવે.
 • વૈજ્ઞાનિક ઢબે ખેતી કરે.
 • રાજયની સમૃધ્ધિમાં વધારો કરે.
 • ખેડૂત-વિસ્તરણ કાર્યકર કૃષિ તજજ્ઞ વચ્ચે સંકલન સ્થાપાય.

સોઈલ હેલ્થ કાર્ડના ફાયદા :

 • ખેડૂત તેની જમીનમાંના લભ્ય તતવોની માત્રા જાણી શકશે.
 • ખેડૂત પોતાની જમીન ક્ષાતિગ્રસ્ત હોય તો યોગ્ય જમીન સુધારકોનો ઉપયોગ કરી તેને નવસાધ્ય કરી શકશે.
 • લભ્ય તત્વોની માત્રા પરથી પાકને આપવાના થતા રાસાયણિક / સેન્દ્રિય ખાતરનો જથ્થો અને પ્રકાર નકકી કરી શકશે.
 • જમીનને અનુરૂપ પાકનું આયોજન કરી શકશે.
 • બિનજરૂરી ખર્ચમાંથી બચી શકશે.
 • ખેતીને વધુ નફાકારક બનાવી શકશે.
 • બિન ઉપયોગી ખેતીને ખેતી લાયક બનાવી શકશે.
 • પાક ઉત્પાદનનો અંદાજ મેળવી શકશે.
 • જમીનની ઉત્પાદકતા ટકાઉ બનાવી શકશે.
 • ખડૂત આર્થિક રીતે પગભર બનશે.
 • રાજયની સમૃધ્ધિમાં વધારો થશે.

સોઈલ હેલ્થ કાર્ડની ઉપયોગીતા શુ?

 • જમીનમાં લભ્ય પોષકતત્વો પ્રમાણ ઉપરથી પાકને જરૂરી પોષકતત્વો પૂરા પાડવાની જમીનની ક્ષામતાનો ખ્યાલ આવે છે. તેની મર્યાદામાં જમીનમાં કેટલા પોષકતત્વો ખાતર રૂપે આપવા તેનો ખ્યાલ આવે છે. કયા પાકમાં કેટલું ખાતર કયારે અને કેવી રીતે આપવું તેની સચોટ ગણતરી થઈ શકે છે. તદ્ઉપરાંત સોઈલ હેલ્થ કાર્ડના આધારે જમીનમાં કયો પાક કે કઈ પાક તરેહ વધુ ફાયદાકારક છે તે પણ નકકી કરી શકાય.
 • સોઈલ હેલ્થ કાર્ડના અવલોકનથી જમીનની ઉત્પાદકતાનો પણ ખ્યાલ આવતો હોવાથી આવી જમીનોમાં પાક ઉત્પાદનના અંદાજ પણ મેળવી શકાય છે.
 • વખતોવખત આ જમીન ચકાસણીની પ્રકિ્રયા થતી હોય જમીનની ફળદ્રુપતામાં કાલાંતરે થતા ફેરફારો પણ નજરમાં આવતા તેની જાળવણીની કાર્યપ્રણાલી પણ ઘડી શકાય છે.
 • ખાતરોના બિનજરૂરી વધુ વપરાશને રોકીને તથા આવશ્યક પોષકતત્વો ઉમેરવાની સલાહ આપીને સોઈલ હેલ્થ કાર્ડ ધ્વારા જમીનની ઉત્પાદકતાને લાંબો સમય જાળવી શકાય છે.
 • ખૂબ જ મહત્વની બાબત એ જમીનની ખારાશ છે. સોઈલ હેલ્થ કાર્ડ ઉપરથી જમીનની ખારાશનો અંદાજ આવવાથી તે પ્રમાણે પ્રતિરોધક પાકો, પાકની જાતો તથા જમીન સુધારકોના ઉપયોગની વિગતો પણ ખેતર દીઠ આપી શકાય છે.
 • સોઈલ હેલ્થ કાર્ડ ઉપરથી અપાતી વિગતો જે તે ખેડૂતને વ્યકિતગત રીતે જ ઉપયોગી હોવાથી તે સચોટ અને કાર્યક્ષામ પુરવાર થાય છે. સોઈલ હેલ્થ કાર્ડને વધુ અસરકારક બનાવવા તેને જાળવી રાખો, ફરી જમીનનો નમૂનો લેવાનો થાય તો તેની નિયત પધ્ધતિ પ્રમાણે કાળજીપૂર્વક લેવડાવો તથા પાક આયોજન પહેલા આ કાર્ડની વિગતના આધારે પાકનું આયોજન કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે.
 • વધુમાં ખાતરોની પસંદગી જે તે ખેતરલક્ષી ભલામણ, ખાતર આપવાની રીત અને સમય, સીઝન પૂર્વે સમજી લઈને તેને અનુસરવાથી આ કાર્ડ પાછળનો હેતુ બર આવશે.
 • સૌથી મહત્વની બાબત એ છે કે સોઈલ હેલ્થ કાર્ડ એ ખેડૂત, વિસ્તરણ કાર્યકર અને વૈજ્ઞાનિક વચ્ચેનો સેતુ બન્યો છે કે જેમાં માહિતીની આપ-લે બંને બાજુ થઈ શકે છે તેથી આ પ્રયોગ વધુ અસરકારક રીતે અમલી બની શકયો.

સોઈલ હેલ્થ કાર્ડની યોજના કેવી રીતે અમલી બને છે?

 • દરેક જિલ્લાના તમામ ગામડા આ યોજનામાં આવરી લેવાય છે. આદર્શ આંકડાના આધાર માટે દરેક ગામના વીશ પ્રતિનિધિત્વ ધરાવતા ખેડૂતોના જમીનના નમૂના એકત્રિત કરાવવામાં આવે છે.
 • આ નમૂનાઓનું રાસાયણિક પૃથકકરણ જમીન ચકાસણી પ્રયોગશાળા, કૃષિ સંલગ્ન સંસ્થાઓના સંયુકત ઉપક્રમે કરેલ છે. દરેક ખેડૂતના અહેવાલ અગાઉ નકકી થયેલ જમીન તંદુરસ્તી કાર્ડમાં સંગ્રહ કરી, રાજયકક્ષાએ કોમ્પ્યુટરાઈઝ કાર્ડ તૈયાર કરી ખેડૂતોને આપવામાં આવે છે.
 • દરેક ખેડૂતો માટે આ પરિણામ લભ્ય બને છે. તેનો ઉપયોગ જમીન તંદુરસ્તી, ફળદ્રુપતા, જમીન અડચણો, પાક અને ઋતુ પ્રમાણે ખાતર અને અન્ય માનવીય જરૂરિયાત નિયત કરવા માટે કરવામાં આવશે.
 • દરેક ખેડૂતને આપવામાં આવેલ જમીન તંદુરસ્તી કાર્ડ તેની જમીનની સંપૂર્ણ વિગતો ધરાવે છે. રાજય કૃષિ યુનિવર્સિટીઓના એક વૈજ્ઞાનિક દરેક તાલુકામાં ફાળવવામાં આવેલ છે. આ વૈજ્ઞાનિક ગ્રામ્યકક્ષાએ જઈ તેની આંતર માળખાકીય સુવિધા પ્રમાણે દરેક ખેડૂતની મુલાકાત લઈ તેના તંદુરસ્તી કાર્ડ પ્રમાણે અને તેની પાક પસંદગી વિષે પ્રત્યક્ષ રીતે ખેડૂતોએ સાંભળી સલાહ / માર્ગદર્શન આપે છે.
 • આ વૈજ્ઞાનિક દરેક ક્ષેત્રીય મુલાકાત સમયે, જમીન તંદુરસ્તી કાર્ડની સાથે, કૃષિ વિજ્ઞાન, પાક સંરક્ષણ, કાપણી બાદની તકનીકી / માવજતો પશુધન અને બજારુ ઉપજની તમામ ભલામણો સાથે કાળજી લે છે.
 • જિલ્લા કક્ષાના જવાબદાર વૈજ્ઞાનિક, જિલ્લાના બધા તાલુકાનું સંકલન કરી જરૂરી ભલામણો સાથે અહેવાલ રાજય કક્ષાએ મોકલે છે.
 • જિલ્લા અને રાજય કક્ષાના સત્તાધિકારી દરેક મહિનામાં દૃશ્ય-શ્રાવ્ય કાર્યક્રમ યોજીને ઋતુ પ્રમાણેના ક્ષેત્રિય પ્રશ્નોની કાળજી લે છે.

સોઈલ હેલ્થ કાર્ડની સમજુતી

સોઈલ હેલ્થ કાર્ડ બનાવવા માટે ખેડૂતોની જમીનનું જમીન ચકાસણી પ્રયોગશાળામાં પી.એચ. (અમ્લીયતા આંક) , વિદ્યુતવાહકતા (ઈસી-ક્ષારનું પ્રમાણ), સેન્દ્રિય કાર્બન, લભ્ય ફોસ્ફરસ અને લભ્ય પોટાશ માટે રાસાયણિક પૃથકકરણ કરવામાં આવે છે.

પી.એચ. આંક તારણ
૬.પ થી ઓછો એસીડીક જમીન
૬.પ થી ૭.પ સામાન્ય્
૭.પ થી ૮.પ વધુ
ઈ-૮.પ ભાસિમકતા જમીન

 

ઉપરના કોઠાનો ઉપયોગ તથા ખેડૂત પોતાને આપેલ કાર્ડમાંના પી.એચ. આંક પરથી જમીનનો પ્રકાર નકકી કરવો.

 • પી.એચ. આંક ૬.પ થી ઓછો હોય તો જાણવું કે પોતાની જમીન એસીડીક છે અને એસીડીક જમીનને નવસાધ્ય કરવા માટે ચૂનાનો ઉપયોગ કરવો. જમીનમાં ઉમેરવાના તથા ચૂનાનું પ્રમાણ જમીનની ચકાસણી પ્રયોગશાળામાં વધુ ચકાસણી માટે પોતાની જમીનનો નમૂનો આપી જાણી લેવું.
 • પી.એચ. આંક ૬.પ થી ૭.પ વચ્ચે હોય તો પોતાની જમીન સામાન્ય છે એમ જાણવું પરંતુ તેમણે તેમાં ક્ષારનું પ્રમાણ જાણી લેવું. જો ક્ષારનું પ્રમાણ નીચું હોય તો આ જમીન ખેતીલાયક છે એમ સમજવું.
 • જમીનનો પી.એચ. આંક ૭.પ થી ૮.પ વચ્ચે હોય તો ખેડૂતે સમજવું કે પોતાની જમીનનો પી.એચ. આંક વધુ છે. અને તેને નીચો લાવવા માટે સેન્દ્રિય ખાતરોનો બહોળો ઉપયોગ કરવો તથા પિયત માટે વાપરતા પાણીનું રસાયણિક પૃથકકરણ કરાવી લેવું.
 • જમીનનો પી.એચ. આંક ૮.પ થી વધુ હોય તો ખેડૂતે સમજવું કે પોતાની જમીન ભસ્મિક છે. આથી તેને નવસાધ્ય કરવા માટે જમીનમાં ઉંડી ખેડ કરી ચાસમાં પૂંકીને જિપ્સમ આપવો. જિપ્સમ આપ્યા બાદ તેને સારી ગુણવત્તા ધરાવતા પાણી વડે પિયત આપી આ પાણીનો નિતાર નીકો મારફતે નિકાલ કરવો. તેમજ સેન્દ્રિય ખાતરનો બહોળો ઉપયોગ કરવો. જમીનમાં ઉમેરવાના થતા જિપ્સમનું પ્રમાણ જમીન ચકાસણીની પ્રયોગશાળામાં નકકી કરાવી લેવું તેમજ સાથે સાથે પિયત પાણીનું પણ રાસાયણિક પૃથકકરણ કરાવી લેવું.