ઘણી વાર એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા રાસાયણીક ખાતરોનો વપરાશ ભલામણ કરવામાં આવેલ રાસાયણીક તત્વો કરતાં વધી જાય છે. આ કેલ્ક્યુલેટરની મદદથી જરૂરીયાતના રાસાયણીક ખાતરનો ખરેખર જથ્થો ગણી શકાય છે જેથી ખેતી ખર્ચ ઘટાડી શકવા ઉપરાંત જમીનને વધુ પડતા રાસાયણીક ખાતરના ઉપયોગથી બગડતી અટકાવી શકાય છે. ભલામણ કરવામાં આવેલ રાસાયણીક તત્વોમાંથી રાસાયણીક ખાતરની ગણત્રી કરવી એ મહદ્દંશે મુશ્કેલી વાળું કાર્ય છે. ઉપર મુજબની મુશ્કેલીઓ દૂર કરવા માટે જે. પી. મકાતી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, પ્રયોગિક સંશોધન કેન્દ્ર, પરીયા એ કેલ્ક્યુલેટર વિક્સાવેલ છે. આ કેલ્ક્યુલેટર દ્વારા ડાંગર પાક માટે ભલામણ કરવામાં આવેલ રાસાયણીક તત્વોમાંથી રાસાયણીક ખાતરની ગણત્રી અને તે માટે થનાર ખર્ચની ગણત્રી કરી શકાય છે. આ માટે ડાંગર પાક માટે રાસાયણીક ખાતરની ગણત્રી કરવા ભલામણ મુજબના નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના જથ્થાની જાણકારી હોવી જરૂરી છે. તેમજ રાસાયણીક ખાતરના ખર્ચની ગણત્રી કરવા જે તે ખાતરની ૫૦ કિ.ગ્રા. ના ભાવની જાણકારી હોવી જરૂરી છે.
દરીયા કાંઠાની ભાષ્મિક જમીનમાં ડાંગરના પાકમા ૧પ૦ કિલો નાઈટ્રોજન, ૩૦ કિલો ફોસ્ફરસ અને જમીન પ્રુથકરણ મા થયેલ ભલામણ મુજબ કિલો પોટાશ ની ભલામણ કરવામા આવેલ છે.
- રાસાયણીક ખાતરની ગણત્રી માટે મહદ્દંશે ઉપયોગમાં લેવાતા બે ગૃપ (ડી.એ.પી., પોટાશ અને યુરીયા/એમોનિયમ સલ્ફેટ તથા એસ.એસ.પી., પોટાશ અને યુરીયા/એમોનિયમ સલ્ફેટ) નો ઉપયોગ આ કેલ્ક્યુલેટરમાં કરવામાં આવેલ છે. પોટાશની ગણત્રી ૬૦% મુજબ કરવામાં આવેલ છે. [ડી.એ.પી.= ડાય એમોનિયમ ફોસ્ફેટ; એસ.એસ.પી.= સિંગલ સુપર ફોસ્ફેટ].
- જો ખેતર/વાડીની લંબાઇ અને પહોળાઇ મીટરમાં જાણતા હો તો 'પ્લોટ' ટેબનો ઉપયોગ કરો.
જો ખેતર/વાડીનો વિસ્તાર એકર-ગુંઠામાં જાણતા હો તો 'વિસ્તાર' ટેબનો ઉપયોગ કરો. જો તમારુ ખેતર (ડાંગરની ક્યારી) ૪૦ ગુંઠા થી ઓછુ હોય નો આંક ૪૦ થી ઓછો રાખવો.
- જો પ્રતિ ઝાડ ખાતરની ગણત્રી કરવી હોય તો 'ઝાડ' ટેબનો ઉપયોગ કરો. ભલામણ મુજબ ફોસ્ફરસનો જથ્થો નાઇટ્રોજન કરતાં ૨.૫ ગણાથી વધુ હશે ત્યારે ડી.એ.પી.ના વપરાશથી નાઇટ્રોજનનો જથ્થો ભલામણ કરતાં વધી જશે અને ગણત્રીમાં યુરીયાનો જથ્થો ઋણમાં આવશે. આવા સમયે ફોસ્ફરસ માટે ડી.એ.પી. ને બદલે એસ.એસ.પી. વાપરવું હીતાવહ છે.
- જરૂરિયાત મુજબના આંકડા લાલ રંગના ખાનામાં ભરો. રાસાયણીક ખાતરની ગણત્રીનો જવાબ અને તે માટે થનાર ખર્ચની ગણત્રીનો જવાબ પીળા રંગના ખાનાઓમાં આવશે.
Download --> Fertilizer Calculation