દરીયા કાંઠાની ભાષ્મિક જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ નહીંવત હોવાથી ભલામણ થયેલ નાઈટ્રોજનનાં જથ્થા કરતાં સવાયો જથ્થો આપવો. ક્ષારીય ભાસ્મિક જમીનમાં રોપવામાં આવતી જાતમાં હેકટર દીઠ ૧પ૦ કિલો નાઈટ્રોજન આપવો. જેમાનો ૧૦પ કિ.ગ્રા. નાઈટ્રોજન પાયાના ખાતર તરીકે અને બાકીનો નાઈટ્રોજન બે સરખા હપ્તે ફેરરોપણી બાદ ત્રીજા અને છઠ્ઠા અઠવાડિયે યુરીયા ખાતરના રૂપમાં ખેતરમાંથી પાણી કાઢી નાંખ્યા બાદ આપવો. નાટ્રોજન તત્વ ચંચળ હોવથી તેને જમીનમા નાખ્ય બાદ તેનો બાષ્પીભવન અથવા તો જમીનમા ઉંડે ઉતરી જવાની શક્યતા રહેલી છે. આથી ભાષ્મિક તથા ખારી ભાષ્મિક જમીનમાં ડાંગરના પાકમા નાઇટ્રોજન યુકત કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ અથવા તો એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવો અને એક સાથે ન આપતા હપ્તામા આપવા ની ભલામણ છે.
યુરીયા અથવા એમોનિયમ સલ્ફેટનો નીચે કોઠામા જણાવ્યા મુજબ વહેલી પાકતી, મધ્યમ મોડી પાકતી અને મોડી પાકતી જાત ધ્યાને લઈ પ્રથમ હપ્તો (૪૦ %) પાયાના ખાતર તરીકે રોપણી પહેલાં ઘાવલ કરતી વખતે, બીજો હપ્તો (૪૦%) ફૂટ અવસ્થાએ અને ત્રીજો હપ્તો (૨૦%) કંટી નીકળવાના એક અઠવાડિયા પહેલા (જીવ પડવાની અવસ્થાએ) આપવો.
અ.નં.
|
ખાતર આપવાનો સમય/પાકની આવસ્થા
|
વહેલી પાકતી જાત (કિ.ગ્રા./હેક્ટર)
|
મધ્યમ મોડી પાકતી જાત(કિ.ગ્રા./હેક્ટર)
|
મોડી પાકતી જાત (કિ.ગ્રા./હેક્ટર)
|
એ.સ.
|
યુરીયા
|
એ.સ.
|
યુરીયા
|
એ.સ.
|
યુરીયા
|
૧
|
પાયાના ખાતર તરીકે રોપણી પહેલાં ઘાવલ કરતી વખતે
|
૧૬૦
|
૬૯
|
૨૦૦
|
૮૭
|
૨૪૦
|
૧૦૪
|
ર
|
ફૂટ અવસ્થાએ
|
૧૬૦
|
૬૯
|
૨૦૦
|
૮૭
|
૨૪૦
|
૧૦૪
|
૩
|
કંટી નીકળવાના એક અઠવાડિયા પહેલા (જીવ પડવાની અવસ્થાએ)
|
૮૦
|
૩૫
|
૧૦૦
|
૪૩
|
૧૨૦
|
૫૨
|
|
કુલ જરૂરીયાત
|
૪૦૦
|
૧૭૩
|
૧રપ
|
૨૧૭
|
૬૦૦
|
૨૬૦
|
ઉપર કોઠા મુજબ જો નાઈટ્રોઝન તત્વ યુરીયાના સ્વરૂપમા આપવાનુ હોય તો એક હેક્ટરે વહેલી પાકતી જાતો માટે ૧૭૩ કિલો, મધ્યમ મોડી પાકતી જાતો માટે ૨૧૭ કિલો અને મોડી પાકતી જાતો માટે ૨૬૦ કિલો પ્રતિ હેક્ટરે (૨.૫ એકર) યુરીયા ખાતર આપવુ. જ્યારે એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવાનો હોય તો એક હેક્ટરે વહેલી પાકતી જાતો માટે ૪૦૦ કિલો, મધ્યમ મોડી પાકતી જાતો માટે ૫૦૦ કિલો અને મોડી પાકતી જાતો માટે ૬૦૦ કિલો પ્રતિ હેક્ટરે (૨.૫ એકર) યુરીયા ખાતર આપવુ.
ભાષ્મિક તથા ખારી ભાષ્મિક જમીનમાં ડાંગરના પાકમા નાઇટ્રોજન યુકત કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ અથવા તો એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવો. જો યુરીયા ખાતરના રૂપમાં નાઈટ્રોજન આપવાનો થાય તો યુરીયા ખાતરને ર% લીંબોળીના તેલનો ૫ટ આ૫વાથી ર૫% નાઇટ્રોજનની બચત થાય છે. પૂતિઁ ખાતર આ૫તી વખતે કયારીમાંથી પાણીનો નિકાલ કરી ખાતર આ૫વું અને બે દિવસ પછી પાણી ભરવું અથવા યુરીયાને ભેજવાળી માટી સાથે ભેળવી બે દિવસ છાંયામાં રાખી પછી પુંખીને આપવું અથવા યુરીયાનાં ર૦% લીંબોળીનો ખોળ લઇ તેના બારીક ભૂકા સાથે યુરીયા ભેળવી ર દિવસ બાદ આપવું.
વિશેષમાં ડાંગરનાં ઘરૂને ઉપાડીને રોપણી પહેલાં પંદર મિનિટ માટે જૈવિક ખાતરો પૈકી ઓઝોસ્પાઈરીલમ અથવા એઝેટોબેકટર નામનાં નાઈટ્રોજન સ્થિરિકરણ કરતાં જીવાણુંમાં બોળીને રોપવાથી રપ ટકા જેટલાં નાઈટ્રોજન ખાતરનો બચાવ કરી શકાય છે.
જો ફોસ્ફરસ તત્વ માટે ડી.એ.પી. ખાતરનો ઉપયોગ કરવાનો હોય યુરીયા અથવા એમોનિયમ સલ્ફેટ ખાતરની ગણતરી કરતી વખતે ડી.એ.પી. ખાતરમા રહેલા લા ૧૮ ટકા નાઈટ્રોજન તત્વ ધ્યાને લઈ કરવી.