ગુજરાત રાજયમાં સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. દરિયા કિનારો છે. ભારતમાં અંદાજે ૧૧૦ લાખ હેકટર જેટલી જમીન ક્ષરીય અને ક્ષાારિય ભાસ્મિક પ્રકારની છે. આ પ્રકારની જમીનમાં ક્ષારીયતાના કારણે અન્ય પાકોનું ઉત્પાદન સારું મળતું નથી. આ પ્રકારની જમીનમાં અન્ય પાકની સરખામણીમાં ચોમાસામાં ડાંગરની ખેતી સારી રીતે થાય છે. સામાન્ય જમીનની સરખામણીમાં દરિયા કિનારાની ક્ષારીય-ભાસ્મિક જમીનમાં ડાંગરની ખેતી વિષયક પધ્ધતિઓમાં તફાવત જોવા મળે છે. તેની માહિતિ અહીં કરવામાં આવેલ છે. ડાંગરના પાકનુ વધુ ઉત્પાદન લેવા અને ખાતરનો બીનજરૂરી ખર્ચ નિવારવા માટે કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણ અનુસાર ડાંગર પાકના પાકવાના દિવસોને ધ્યાને લઈ પ્રતિ હેક્ટરે (૨.૫ એકર) ૮૦ થી ૧૨૦ કિલો નાઈટ્રોજન તત્વ, 30 કિલો ફોસ્ફરસ તત્વ અને જમીનનુ પ્રુથ્થકરણ કરાવ્યુ હોય અને પોટશ ની ઉણપ હોય તો રીપોર્ટમા કરેલ ભલામણ મુજબ આપવુ. જમીનમાં જસત (ઝીંક) તત્વની ઉણપ હોય તો પ્રતિ હેકટરે રપ થી ૩૦ કિલો ઝીંક સલ્ફેટ જમીનમાં આપવું. ઉપરાંત પ્રતિ હેક્ટરે ૧૦ ટન છનીયુ ખાતર આપવાની ભલામણ છે.