NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  મેદાની વિસ્તાર માટે નાટ્રોજન યુક્ત ખાતર

ડાંગરના પાકમા નાઇટ્રોજન યુકત ખાતરો યુરીયા અથવાતો એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવો. જોકે પિયત ડાંગરમા યુરીયાને બદલે એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે.

જો નાઈટ્રોઝન તત્વ યુરીયાના સ્વરૂપમા આપવાનુ હોય તો એક હેક્ટરે વહેલી પાકતી જાતો માટે ૧૭૩ કિલો, મધ્યમ મોડી પાકતી જાતો માટે ૨૧૭ કિલો અને મોડી પાકતી જાતો માટે ૨૬૦ કિલો પ્રતિ હેક્ટરે (.એકર) યુરીયા ખાતર આપવુ. જ્યારે એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવાનો હોય તો એક હેક્ટરે વહેલી પાકતી જાતો માટે ૪૦૦ કિલો, મધ્યમ મોડી પાકતી જાતો માટે ૫૦૦ કિલો અને મોડી પાકતી જાતો માટે ૬૦૦ કિલો પ્રતિ હેક્ટરે (.એકર) યુરીયા ખાતર આપવુ.

જો ફોસ્ફરસ તત્વ માટે ડી..પી. ખાતરનો ઉપયોગ કરવાનો હોય યુરીયા અથવા એમોનિયમ સલ્ફેટ ખાતરની ગણતરી કરતી વખતે ડી..પી. ખાતરમા રહેલા લા ૧૮ ટકા નાઈટ્રોજન તત્વ ધ્યાને લઈ કરવી.

નાટ્રોજન તત્વ ચંચળ હોવથી તેને જમીનમા નાખ્ય બાદ તેનો બાષ્પીભવન અથવા તો જમીનમા ઉંડે ઉતરી જવાની શક્યતા રહેલી છે. આથી ડાંગરના પાકમા નાઇટ્રોજન યુકત ખાતરો યુરીયા અથવા એમોનિયમ સલ્ફેટ એક સાથે ન આપતા હપ્તામા આપવા ની ભલામણ છે. યુરીયા અથવા એમોનિયમ સલ્ફેટનો નીચે કોઠામા જણાવ્યા મુજબ વહેલી પાકતી, મધ્યમ મોડી પાકતી અને મોડી પાકતી જાત ધ્યાને લઈ પ્રથમ હપ્તો (૪૦ %) પાયાના ખાતર તરીકે રોપણી પહેલાં ઘાવલ કરતી વખતે, બીજો હપ્તો (૪૦%) ફૂટ અવસ્થાએ અને ત્રીજો હપ્તો (૨૦%) કંટી નીકળવાના એક અઠવાડિયા પહેલા (જીવ પડવાની અવસ્થાએ) આપવો.

અ.નં.

ખાતર આપવાનો સમય/પાકની આવસ્થા

વહેલી પાકતી જાત (કિ.ગ્રા./હેક્ટર)

મધ્યમ મોડી પાકતી જાત(કિ.ગ્રા./હેક્ટર)

મોડી પાકતી જાત (કિ.ગ્રા./હેક્ટર)

એ.સ.

યુરીયા

એ.સ.

યુરીયા

એ.સ.

યુરીયા

પાયાના ખાતર તરીકે રોપણી પહેલાં ઘાવલ કરતી વખતે

૧૬૦

૬૯

૨૦૦

૮૭

૨૪૦

૧૦૪

ફૂટ અવસ્થાએ

૧૬૦

૬૯

૨૦૦

૮૭

૨૪૦

૧૦૪

કંટી નીકળવાના એક અઠવાડિયા પહેલા (જીવ પડવાની અવસ્થાએ)

૮૦

૩૫

૧૦૦

૪૩

૧૨૦

૫૨

 

કુલ જરૂરીયાત

૪૦૦

૧૭૩

૧રપ

૨૧૭

૬૦૦

૨૬૦

યુરીયા ખાતરને ર% લીંબોળીના તેલનો ટ આવાથી ર% નાઇટ્રોજનની બચત થાય છે. પૂતિઁ ખાતર આતી વખતે કયારીમાંથી પાણીનો નિકાલ કરી ખાતર આવું અને બે દિવસ પછી પાણી ભરવું અથવા યુરીયાને ભેજવાળી માટી સાથે ભેળવી બે દિવસ છાંયામાં રાખી પછી પુંખીને આપવું અથવા યુરીયાનાં ર% લીંબોળીનો ખોળ લઇ તેના બારીક ભૂકા સાથે યુરીયા ભેળવી ર દિવસ બાદ આપવું.