જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા અને એકમ વિસ્તારમાંથી ઘનિષ્ઠ ખેતી પધ્ધતિઓ અપનાવી વધુ પાક ઉત્પાદન મેળવવા જમીનમાં જે પાક લેવો હોય તે પાકની જરૂરિયાત અને જમીનમાં કયા પોષકતત્વની ખામી છે તેની જાણકારી મેળવવા ખેડૂતોએ જમીનની ચકાસણી કરાવવી જરૂરી છે. જમીન ચકાસણીના પરિણામ મુજબ જમીનમાં પોષકતત્વો પૂરા પાડવા જરૂરી સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો આપી પાકનું ઉત્પાદન વધારે મેળવી શકાય અને જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી શકાય છે