NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    શેરડીમાં સંકલિત રોગ નિયંત્રણ

   

  • (૧) શેરડીના મોટા ભાગના રોગો બીજજન્ય છે. જેથી તંદુરસ્ત બીજની પસંદગી એ સૈાથી અગત્યનો અને પ્રાથમિક  મુદ્દો છે.
  • (૨) ઉનાળામાં હળથી ઉંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલ ચેપ ખુલ્લો પડે અને સુર્યના તાપમાં તેનો નાશ થાય.
  • (૩) ત્રિસ્તરીય પધ્ધતિથી ગરમીની માવજત આપીને તૈયાર કરેલ તંદુરસ્ત બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો.
  • (૪) બે થી ત્રણ આંખવાળા ટુકડાને એમીસાન (ર ગ્રામ/લી.) અથવા કાર્બેન્ડીઝમ (૧ ગ્રામ/લી.) ના દ્વાવણમાં પ થી ૧૦ મીનીટ બોળી પછી કટકા રોપવા.
  • (૫) વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહીં તથા વધારે પડતાં નાઈટ્રોજન યુકત ખાતરો વાપરવાથી પાક વધારે રોગગ્રાહય બને છે.
  • (૬) જમીનની જૈવિક પ્રક્રિયાઓ વધે અને રોગકારકોનો નાશ થાય માટે શકય હોય ત્યારે શણ કે ઈક્કડ જેવો લીલો પડવાશ કરવો.
  • (૭) સુગર ફેકટરીઓ દ્વારા બનાવવામાં આવતો એનરીચ બાયોકમ્પોસ્ટ વાપરવાથી જમીન જન્ય રોગો સામે ફાયદો થાય છે.
  • (૮) ઉભા પાકમાં જો રોગની શરૂઆત જણાય તો નીચે મુજબના પગલાં લેવા.