છોડ દિઠ પ કિલો છાણીયું ખાતર તથા ૧પ૦:૬૦:૬૦ ગ્રામ નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ખાતર આપવું. નાઈટ્રોજનયુકત ખાતર ત્રણ સરખા હપ્તામાં છાંટણી સમયે અને ત્યારબાદ દોઢ અને ત્રણ મહિને આપવું. છાણીયુ ખાતર તથા ફોસ્ફરસ અને પોટાશનો પૂરેપૂરો જથ્થો દર વષ્ર્ો છાંટણી સમયે જાન્યુઆરીના પ્રથમ અઠવાડીયામાં આપવું. ખાતર આપ્યા બાદ પિયત આપવું. પારસમાં શિયાળામાં ફુલ આવતા હોય, તેને શિયાળા દરમ્યાન પિયત આપવું જરૂરી છે.