મોગરામાં સામાન્ય રીતે કોઈ ખાસ પ્રકારના રોગ કે જીવાત જોવા મળતા નથી. આમ છતાં પાકમાં મોલોમશી, સ્કેલ (ભીંગડાવાળી જીવાત) અને સફેદ માખી જેવા કિટકો કયારેક જોવા મળે છે. જેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦% ઈ.સી. ૧૦ મીલી/૧૦ લિટર અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮% ૨.૮મિલી/૧૦ લિટર પાણીનો છંટકાવ કરવો.