સુકારોસુકારો :
તુવેરનો સુકારો જમીનજન્ય તેમજ બીજજન્ય ફૂગ ધ્વારા થતો રોગ છે. પાક જયારે ફૂલ અને શિંગ અવસ્થાએ હોય ત્યારે સુકારાના લક્ષાણો જોવા મળે છે. જમીનમાં ભેજ હોવા છતાં છોડ પાણીથી ખેંચ અનુભવતો હોય તેમ ચિમળાયેલો જોવા મળે છે. સમય જતાં છોડ સૂકાઈ જાય છે.
નિયંત્રણ:
- તુવેરની વાવણી માટે રોગમુકત ખેતરની પસંદગી કરવી.
- રોગમુકત ખેતરના પાકમાંથી બીજની પસંદગી કરવી.
- ઉનાળામાં ઉંડી ખેડ કરવી જેથી ઉંચા તાપમાને ફૂગનો નાશ થાય.
- તુવેરની ધાન્યપાક (જુવાર) સાથે ફેરબદલી કરવી.
- જુવારના પાકને આંતરપાક તરીકે લેવો.
- ખેતરમાં લીલો પડવાશ કરવો.
- આઈસીપીએલ-૮૭૧૧૯ જેવી રોગ પ્રતિકારક જાતની વાવણી કરવી.
-બ્ાીજને થાયરમ અથવા કાબર્ેન્ડેઝીમ ૩ ગ્રામ/કિલો બીજ પ્રમાણે પટ આપી વાવેતર કરવું.
- પ્રતિ હેકટરે ર૦૦૦ કિલો છાણિયું ખાતર કે જેમાં ટ્રાયકોડમર્ા હારજીયાનમ ફૂગ વિકસાવેલી હોય તે ચાસમાં આપવું.
- ઉનાળામાં એક માસ માટે પારદર્શક (રપ માઈક્રોન) પોલીથીલીન સીટથી જમીનને સૂર્યકિરણની માવજત આપી પ્રતિ હેકટર ૧૦ ટન પ્રેસમડ ખેતરમાં નાખવાથી રોગમાં પ૦ ટકા જેટલો દ્યટાડો થાય છે.
થડનો કહોવારોથડનો કહોવારો (ફાયાટોફથોરા બ્લાઈટ):
જમીનજન્ય ફૂગથી થતો રોગ છે. વાદળવાળું વાતાવરણ સાથે ઝરમર ઝરમર વરસાદ અને રપ૦ સે.ગે.ઉષ્ણતામાન આઠ કલાક માટે રહે તો રોગ આવે છે. જયાં પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીનમાં આ રોગ આવે છે. અનુકૂળ વાતાવરણ મળતા પાકની ધરૂ અવસ્થામાં રોગ લાગતા છોડ મરી જાય છે. જીવિત રહેલ છોડ ઉપર થડના ભાગે ગાંઠનો વિકાસ થાય છે. ખેતી કાયર્ો દરમ્યાન ગાંઠ આગળથી છોડ ભાંગી જાય છે.
નિયંત્રણ:
-રોગમુકત ખેતરની તુવેરના વાવેતર માટે પસંદગી કરવી.
- રોગ પ્રતિકારક જાતનું વાવેતર કરવું.
- પાણી ભરાઈ રહેતું હોય તેવા ખેતરમાં તુવેરનો પાક ન લેવો.
- ખેતરમાં પાળીઓ બનાવી તુવેરનું વાવેતર કરવું.
- બીજને રીડોમીલ એમઝેડ (મેટાલેક્ષાીલ) દવાનો ૩ ગ્રામ/ ૧ કિલો બીજ પ્રમાણે પટ આપી વાવેતર કરવું.
- વાવણી બાદ ૧પ દિવસના અંતરે બે વખત રીડોમીલ એમ.ઝેડ દવાનો ઉભા પાકમાં છંટકાવ કરવો.
વંધ્યત્વનો રોગવંધ્યત્વનો રોગ:
કથીરી ધ્વારા ફેલાય છે. રોગિષ્ટ છોડ નાના રહે છે. પાનની સંખ્યા વધે છે. પાનનું કદ દ્યટે છે અને છોડ પર ફૂલ કે શિંગ આવતા નથી. છોડ વાંજીયો રહે છે.
નિયંત્રણ:
- તુવેરનો બડદ્યા પાક લેવો નહી.
- આગળના વષ્ર્ાના રહી ગયેલા છોડ ખેતર અને શેઢાપાળા પરથી દૂર કરવા.
- બડદ્યા પાકના નજીકના ખેતરમાં તુવેરનું વાવેતર ન કરવું.
- રોગયુકત છોડનો નાની અવસ્થામાં જ ઉખાડી નાશ કરવો.
- પાકની ફેરબદલી કરવી જેથી વિષ્ાાણું અને કથીરીનો નાશ થાય.
- આઈસીપીએલ-૮૭૧૧૯ રોગ પ્રતિકારક જાતનું વાવેતર કરવું.
-ડાયકોફોલ ૧૮.પ ઈસી(૧પ મિ.લિ./ ૧૦ લિટર પાણી) દવાનો છંટકાવ પાકની ૩પ, ૬પ અને ૯પ દિવસની અવસ્થાએ કરવો.