અડદનો પંચરંગીયોઅડદનો પંચરંગીયો:
રોગની શરૂઆતમાં સૌપ્રથમ નવા પાન ઉપર નાના આછા પીળા ડાદ્ય દેખાય છે. પાનની નસો અને પાન પીળાશ પડતા દેખાય છે. જે સમય થતાં પાનનું કદ નાનું થાય છે. તેમજ પાનની સપાટી ઉપર ઉપસેલા ભાગ જોવા મળે છે. અને પાનનો રંગ બદલાઈ ગયેલો જોવા મળે છે. રોગનો ફેલાવો કાળી મશી/ મોલોથી તેમજ બીજ મારફત પણ (૧ થી પ ટકા ) થાય છે.