ચોળાનો પંચરંગીયો ચોળાનો પંચરંગીયો :
રોગિષ્ટ છોડનાં પાન ઉપર આછા પીળા રંગના ડાદ્ય દેખાય છે અને પાનની નસોનાં ભાગમાં દ્યાટા લીલા-પીળા પટૃા જોવા મળે છે. રોગિષ્ટ છોડ નાના રહે છે અને ફૂલ મોડા આવે છે. શિંગો પણ નાની રહે છે જેથી ૧૩ થી ૧૯ ટકા જેટલો ઉત્પાદનમાં દ્યટાડો થાય છે. બીજથી પણ રોગ ફેલાય છે.
ચોળામાં વતર્ુળાકાર ડાદ્ય રોગની શરૂઆત પ્રથમ ત્રણ (ટ્રાયફોલીયેટ)પાન ઉપર નાના ઝાંખા ડાદ્યથી થાય છે. જે સમય જતાં મોટા થતા જાય છે. અને તેના ઉપર ગોળાકાર નાના મોટા વતર્ુળ થતા જાય છે અને પાનનો રંગ પણ ફીકકો પડી જાય છે. રોગિષ્ટ પાનની નસો સ્પષ્ટ દેખાવા લાગે છે. બીજ ઉપર પણ કયારેક વતર્ુળાકાર ડાદ્ય જોવા મળે છે. રોગિષ્ટ છોડનું કદ પણ દ્યટી જાય છે. ર્ફલ તેમજ શિંગો નાની રહે છે. આ રોગ બીજજન્ય પણ છે અને મોલોથી પણ ફેલાય છે જે રોગિષ્ટ છોડ ઉપર રસ ચૂસીને તંદુરસ્ત છોડ ઉપર જતા રોગ ફેલાવે છે.
નિયંત્રણ:
- તંદુરસ્ત બિયારણ પસંદ કરવું.
- શરૂઆતમાં દેખાતા એકલ-દોકલ રોગિષ્ટ છોડનો ઉપાડીને નાશ કરવો.
- મોલો મશીનાં નિયંત્રણ માટે શોષ્ાક પ્રકારની કીટનાશક દવાનો છંટકાવ કરવો.
- શેઢા પાળા સાફ રાખવા.
ભૂકી છારોગુવાર,વાલ અને વટાણાના પાકમાં ભૂકી છારાનો રોગ જોવા મળે છે. આ રોગની શરૂઆતમાં પાન પર આછા પીળા ધાબા જોવા મળે છે. આવા ધાબા પર સફેદ રાખોડી રંગની ફૂગની વૃધ્િધ જોવા મળે છે. રોગ વધતા આખા પાન પર સફેદ પાઉડર છાંટયો હોય તેવું જણાય છે અને પાન સુકાઈ જાય છે.
નિયંત્રણ:
- રોગની શરૂઆત થાય કે તરતજ વેટેબલ સલ્ફર ૦.ર ટકા (રપ ગ્રામ /૧૦ લિટર પાણીમાં) અથવા ડીનોકેપ ૪૮ ઈસી (૮ મિ.લિ. / ૧૦ લિટરર પાણી) અથવા ટ્રાઈડેમોર્ફ ૮૦ ઈસી (પ મિ.લિ./ ૧૦ લિટર પાણી) નો છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧પ દિવસ પછી બીજો છંટકાવ કરવો.