Navsari Agricultural University

વટાણાનો તળછારો

વટાણાનો તળછારો:

ફૂગથી થતાં આ રોગની શરૂઆતમાં પાનની નીચેની બાજુ આછા પીળા ધાબા જોવા મળે છે. તેની ઉપર સફેદ રાખોડી રંગની ફૂગની વૃધ્િધ્ા જોવા મળે છે. રોગની માત્રા વધતા છોડના સમગ્ર પાન ભૂખરાં રંગના જણાય છે. ઉપદ્રવિત છોડ પર ફૂલો બેસતાં નથી અને કદાચ બેસે તો આવા રોગિષ્ટ છોડ પર શિંગોનો વિકાસ બરાબર થતો નથી.

નિયંત્રણ:

- રોગના ચિન્હો જોવા મળે ત્યારે અથવા વાવણી પછી ૪પ દિવસે બોડર્ોમિશ્રણ ૦.૬ ટકા અથવા મેન્કોઝેબ ૦.ર ટકા અથવા કેપ્ટાફોલ ૦.ર ટકાનો છંટકાવ કરવો.
- રોગિષ્ટ છોડને ઉપાડી બાળીને નાશ કરવો.
- લાંબા ગાળાની (ર-૩ વષ્ર્ાની) પાક ફેરબદલી કરવી.


પાનના ટપકાં

પાનના ટપકાં:

વાલ અને વટાણાના પાકમાં કયારેક ફૂગથી થતાં પાનનાં ટપકાંનો રોગ જોવા મળે છે. સામાન્ય રીતે આ રોગની શરૂઆતમાં પાન પર પાણીપોચા ટપકાં પડે છે. પાછળથી આવા ટપકાં કથ્થઈ, ભૂખરાં કે કાળા રંગમાં ફેરવાઈ જાય છે. અમુક જાતના ટપકાંમાં વતર્ુળાકાર રેખાઓ જોવા મળે છે. જયારે અમુક ટપકામાં વચ્ચે રાખ જેવા ભૂખરાં રંગનું નાનું ટપકું જોવા મળે છે. રોગની માત્રા વધતાં સમગ્ર છોડના પાન પર અસંખ્ય ટપકાં વધતાં પાનના સુકારા (બ્લાઈટ) જેવી અસર વતર્ાય છે.

નિયંત્રણ:

- બીજને વાવતા પહેલા થાયરમ, કેપ્ટાન કે કાબર્ેન્ડાઝીમ (૩ ગ્રામ/કિલો બીજ) ની માવજત આપી વાવણીકરવી.
- પાકનું સમયસર વાવેતર કરવું.
- રોગ જણાય કે તરત મેન્કોઝેબ ૦.ર ટકા (ર૬ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) અથવા કાબર્ેન્ડાઝીમ ૦.૦પ ટકા(૧૦ ગ્રામ / ૧૦ લિટર પાણીમાં) નો છંટકાવ કરવો. જરૂર જણાય તો આવા ર-૩ છંટકાવ ૧પ દિવસના અંતર કરવા.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.