Navsari Agricultural University
ભૂતકાળમાં દેશમાં આ રોગથી દ્યઉં ઉત્પાદન ઉપર ખૂબજ માઠી અસર નોંધાયેલ છે. જેના કારણે દુષ્કાળ જેવી પરિસ્િથતિ પણ સજર્ાયેલી છે. દ્યઉંના પાકમાં કુલ ત્રણ પ્રકારના ગેરુ રોગ આવતા હોય છે. પરંતુ આપણા રાજયના હવામાનને કારણે પીળો ગેરુ જોવા મળતો નથી. સામાન્ય રીતે પાનનો ગેરુ અને થડનો ગેરુ જોવા મળે છે.

પાનનો ગેરુ

પાનનો ગેરુ (બદામી ગેરુ)

આ રોગ મોટે ભાગે પાન ઉપર આવતો હોય છે. રોગની શરૂઆતમાં પાન ઉપર છુટાછવાયા, અનિયમિત, નાના, બદામી રંગના ઉપસેલાં ચાઠાં પડે છે. જે રોગની તીવ્રતા વધતાં મોટા અને ગાઢા બદામી રંગમાં ફેરવાઈ જાય છે. જેમાં ફૂગનાં બીજાણુ હોય છે. જે પવન ધ્વારા દૂર સુધી ફેલાઈ રોગમાં વધારો કરે છે. હૂંફાળુ અને ભેજવાળું વાતાવરણ રોગ માટે સાનુકૂળ છે. વધુ પડતી રોગતીવ્રતાથી પાન સુકાઈ જતાં હોય છે. રોગિષ્ઠ છોડના દાણા ચીમળાયેલા અને વજનમાં હલકા રહે છે. આમ, ગુણવત્તા તેમજ ઉત્પાદન બંનેને મોટું નુકસાન પહોંચાડે છે.


થડનો ગેરુ

થડનો ગેરુ (કાળો ગેરુ)

આ રોગનાં લક્ષાણો મુખ્યત્વયે થડ તેમજ પાન અને ઉબી પર જોવા મળતાં હોય છે. શરૂઆતમાં થડ ઉપર ગાઢા બદામી રંગના, બદામી ગેરુ કરતાં જાડા લાંબાં (મોટા છુટાછવાયા) ઉપસેલા ચાઠાં પડે છે, જે સમય જતાં એકબીજા સાથે ભળી જઈ સહેલાઈથી નજરમાં આવે તેવા લાંબા, ગાઢા કથ્થાઈ રંગથી કાળા રંગમાં ફેરવાઈ જાય છે. રોગની તીવ્રતા વધતાં આવાં ચાઠાં ઉંબી ઉપર પણ જોવા મળે છે. ચાઠામાંથી પવન ધ્વારા રોગકારક બીજાણું દૂર દૂર સુધી ફેલાતાં જોવા મળે છે અને રોગગ્રાહય જાતોમાં રોગ કરતાં હોય છે. મોટે ભાગે માર્ચ મહિનામાં ગરમીનો વધારો થતાં આ રોગની તીવ્રતા વધતી હોય છે. કયારેક રોગિષ્ઠ છોડ થડમાંથી ભાંગી જતા હોય છે. આ રોગથી પણ દાણા ચીમળાયેલા અને વજનમાં હલકા રહે છે.

અટકાવવાના ઉપાયો:

૧. અસરકારક ઉપાય માટે દ્યઉંની ગેરુ રોગપ્રતિકારક જાતો જેવી કે, જી ડબલ્યુ-૪૯૬ જી ડબલ્યુ -૧૯૦, જી ડબલ્યુ-ર૭૩, જી ડબલ્યુ -૩રર, જી-ડબલ્યુ-૧૧૩૯, રાજ-૧પપપ ની જ વાવણી કરવી જોઈએ.
ર. જૂની, રોગગ્રાહય જાતો નો વાવણી માં ઉપયોગ કરવો જોઈએ નહીં પરંત કરેલ હોયતો રોગની શરૂઆત થાય ત્યારથી જ મેન્કોઝેબ દવાનો (૦.રપ ટકાના દરે) કુલ ત્રણ છંટકાવ ૧પ દિવસના આંતરે કરવાથી રોગ અટકાવી શકાય છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.