પાનનો સુકારોપાનનો સુકારો:
આ રોગની અગત્યતા વધતી જોવા મળે છે. રોગની શરૂઆત છોડના નીચેના પાનથી થાય છે. પાન ઉપર છુટાંછવાયાં, નાનાં સ્પષ્ટ, તપખીરીયા રંગનાં ટપકાં પડે છે. જે પાછળથી વિકસી મોટાં બને છે. રોગની તીવ્રતા વધતાં ટપકાથી પાનનો મોટા ભાગનો વિસ્તાર છવાઈ જાય છે. જેથી પાન સુકાઈ જતાં હોય છે. હૂંફાળુ અને ભેજવાળું વાતાવરણ રોગના વિકાસ માટે જવાબદાર છે. મોડા વાવેતરમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે.
અટકાવવાના ઉપાય:
રોગની શરૂઆત દેખાય કે તરતજ મેન્કોઝેબ દવાનો (૦.રપ ટકાના દરે) કુલ ત્રણ છંટકાવ ૧પ દિવસના આંતરે કરવાથી રોગ મહદ્રઅંશે કાબૂમાં આવી શકે છે.
ઢીલો અંગારિયો ઢીલો અંગારિયો (અનાવૃત અંગારિયો)
આપણા રાજયમાં ખૂબજ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ રોગ બીજ ધ્વારા ફેલાતો છે. આ રોગમાં ઉંબીની અંદર દાણાની જગ્યાએ કાળા રંગની ભૂકી (રોગના બીજાણુ) ઉત્પન્ન થતી હોય છે. જેથી ઉંબીમાં દાણા બેસતા નથી.
અટકાવવાના ઉપાય:
૧. રાજયમાં જ ઉત્પાદિત અને ભલામણ કરેલ નવી જાતોનાં બિયારણનો ઉપયોગ કરવો હિતાવહ છે.
ર. કાબર્ેડાઝીમ (રપ૦ ગ્રામ દવા) અથવા કાબર્ોકસીન (ર૦૦ ગ્રામ દવા) પ્રતિ ૧૦૦ કિલો બીજ દીઠ પટ આપી વાવેતર કરવું જોઈએ.