કાળી ટપકીઆ રોગમાં દાણાના ભ્રૂણપ્રદેશ અથવા ઉગાવાવાળા ભાગ ઉપર કાળી ટપકી પડે છે. અથવા દ્યણી વખત કાળા ડાદ્ય પડતાં હોય છે. જેની અસર દાણાના ગર્ભમાં થતી નથી. પરંતુ બાહય દેખાવને કારણે બજારભાવ ઓછો મળતો હોય છે. વધુ પડતું ઝાકળ તેમજ ભેજવાળું હવામાન આ રોગ માટે જવાબદાર હોય છે. મોટા ભાગે લોક-૧ જેવી મોટા દાણાવાળી જાતોમાં આનું પ્રમાણ વધુ જોવા મળે છે.
અટકાવવાના ઉપાય:
પાકની પાછલી અવસ્થામાં, હળવું પિયત આપવાથી કેટલેક અંશે રોગની માત્રા દ્યટાડી શકાય છે.