કરનલબન્ટઆપણા રાજયને કરનલબન્ટ રોગમુકત પ્રદેશ ગણવામાં આવે છે. જેથી આ રોગનો પગપેસારો આપણા રાજયમાં ન થાય તે માટે આ રોગ ઓળખી, તેના પ્રત્યે સમજદારીપૂર્વકની સાવધાની રાખવા માટે અત્રે ઉલ્લેખ કરેલ છે.
કરનલબન્ટઆ રોગમાં રોગિષ્ઠ દાણાનો ભ્રુણપ્રદેશ અથવા ઉગાવાવાળો ભાગ કાળો, થોડો ઉપસેલો અને ચળકાટવાળો દેખાય છે. રોગિષ્ઠ દાણામાં દાણાની અંદરનો ગર્ભ સામાન્ય નહી રહેતાં ફૂગના કાળા બીજકણોમાં રૂપાંતરિત થયેલ હોય છે. જેથી તે ભાગ તોડવાથી તેમાંથી કાળી ભૂકી નીકળે છેે. તેમજ આવા દાણામાંથી સડેલી માછલી જેવી વાસ અથવા દુર્ગંધ આવતી હોય છે.
અટકાવવાના ઉપાય:
રોગમુકત બિયારણ અથવા કરનલબન્ટમુકત વિસ્તારોમાં ઉત્પન્ન કરેલ પ્રમાણિત બિયારણનો જ વાવણી માટે ઉપયોગ કરવો જોઈએ.