Navsari Agricultural University
મસ્ટારઈટીસ શબ્દી એ ગ્રીક શબ્દે MASTO એટલે બે્રસ્ટર અને ITIS- ઈન્ફરલામેશન ઉપરથી આવેલ છે. આ રોગ ગાય, ભેંસ, બકરી, ઘેટી વગેરે સસ્તિન પશુઓમાં જોવા મળે છે. સામાન્યઅ રીતે આ રોગ છુટોછવાયો બધા સસ્તનન પશુઓમાં જોવા મળે છે.

કારણ :

• આંચળ પરની ઈજા
• રહેઠાણની ગંદકી
• આંચળના સંકોચક સ્નાાયુની શિથિલતા
• લાંબી અને લટકતી દુગ્ધસ ગ્રંથીઓ
• અંગુઠા વડે આંચળને દબાવીને દૂધ દોહવાની રીત
• દુધ દોહનારના હાથની અસ્વનચ્છીતા
• જમીન પર દૂધ દોહતા પહેલાં દૂધની ધાર નાખંવાથી

પશુની નબળી રોગપ્રતિકારક શકિત
----------------------------------

ચિન્હોન :

દુગ્ધો ગ્રંથીનો સોજો મંદ (સબ એકયુટ) તીવ્ર (એકયુટ) અને જીર્ણ (ક્રોનિક) રૂપમાં જોવામાં આવે છે. કોઈ વખત દૂધ ગ્રંથીના કોપ સાથે પશુ શરીરમાં તીવ્ર અસર થઈને રોગ અતિ તીવ્ર (પર એકયુટ) રૂપે પણ જોવામાં આવે છે. આ રોગ લક્ષણોનો આધાર જીવાણુંના પ્રકાર અને થતી અસર પર અવલંબે છે. રોગ લક્ષણોમાં મુખ્યરત્વે દૂધમાં ફેરફાર આંચળ અને આઉની વિકૃતિ તથા શારીરિક અસર જોવા મળે છે જેનો આધાર રોગની તીવ્રતા પર હોય છે.

• મંદરૂપમાં
• રોગની તુરત ખબર પડતી નથી.
• દૂધમાં ધટાડો થાય છે ,
• આઉ અને આંચળ પર સાધારણ સોજો હોય,
• દૂધ તપાસવામાં આવે તો તેમાં નાની નાની ફોદીઓ દેખાય છે.
• દૂધ પાતળું અને રંગે આછું પીળાશ પડતુ જણાય છે.

દૂધ ગ્રંથી મુલાયમને બદલે સાધારણ તંતુમય અને કઠણ જણાય છે.

તીવ્રરૂપમાં

• દૂધ ગ્રંથી ઉપર એકાએક સોજો આવે,
• દૂધમાં ધટાડો,
• દૂધમાં ફોદીઓ વધારે પ્રમાણમાં જણાય,
• દૂધને બદલે પાણી જેવું ચીકણું પ્રવાહી અથવા પરૂં નીકળે, કોઈવાર લોહી પણ હોય,
• સોજાને લીધે દર્દ થાય, દૂધ દોહવામાં તકલીફ પડે અને પશુ દોહવા માટે સરખું ઉભું રહે નહિ,
• ખોરાક ઓછો લે, શરીર ગરમ જણાય, આંચળ અને આંઉ કઠણ થઈ જાય.
• કોઈવાર આંચળ અને આઉ ઠંડા જણાય.

આઉની ત્વઆચાનો રંગ ભૂરો-વાદળી હોય અને ત્વઆચામાં કાપા જોવામાં આવે અને દૂધને બદલે પ્રવાહી નીકળે ત્યાનરે ગેંગ્રીન થયું કહેવાય જે કાયમી નુકશાની કરે.

જીર્ણરૂપમાં

• વારંવાર સાધારણ સોજો આવવાથી દૂધ ધટી જાય છે,
• દૂધ ગ્રંથી કઠણ જણાય છે અને દૂધમાં સાધારણ ફેરફાર જણાય છે.

મંદ અથવા તીવ્ર રૂપમાંથી જીર્ણરૂપ થતું હોવાથી આંચળ અને આઉની વિકૃતિ જણાય છે.

આ રોગમાં વિષમયતા (ટોકસીમીયા) તાવ,સુસ્તહ અને અવસાદી હોવું, ખોરાકની અરૂચિ જેવા લક્ષણો ચેપની જાત અને તીવ્રતા ઉપર આધાર રાખે છે.

સારવાર :

વહેલી તકે પશુચિકિત્સા અધિકારી ઘ્વાધરા સારવાર કરાવવાથી રોગ જલ્દીણથી કાબુમાં આવી જાય છે. આ રોગની સારવારમાં આંચળમા તથા અંતઃસ્નાાયુમા યોગ્ય પ્રતિજૈવિક ઔષધનો ઉપયોગ કરવામાં આવે છે. સોજો ઉતારવા માટે પણ પ્રતિશોધ ઔષધનો ઉપયોગ કરવામાં આવે છે. ચિરકાલીય શોધથી પીડાતા જાનવરોમાં દુગ્ધશ ગ્રંથીને ઉતેજક ઔષધથી સુકવી નાખંવામાં આવે છે.

પ્રતિબંધક ઉપાય :

આ રોગ થતાં પહેલા રોગ ઉપર અંકુશ રાખવો ખુબ જ જરૂરનું છે અને તે માટે નીચેના સૂચનોનો અમલ કરવો જરૂરી છે.

* આઉને આંચળને કોઈ રીતે જખમ-ઈજા ન થાય તેની કાળજી લેવી.
* ઢોરોને બાંધવાની જગ્યાજ સાફ રાખવી.
* આંચળને દોહતા પહેલાં તેના પર ચોટેલ છાણ, માટી ધોઈ નાંખવા.
* આંચળ અને આઉને મંદ જંતુનાશક દવાવાળા પાણીથી સાફ કરી સ્વમચ્છખ કપડાં વડે કોરા કરી દૂધ દોહવું.
* દરેક વખતે દવાવાળા પાણીથી હાથ સાફ કરી કોરા કરવા જરૂરી છે. આ સાફસુફી માટે પોટેશ્યિદમ પરમેંગેનેટ દવાનું આછું ગુલાબી પાણી, સેવલોન (1 ભાગ સેવલોન પ00 ભાગ પાણી) વાપરવા.
* ખરાબ દૂધ ભોંયતળિયા પર ન નાંખતા તેનો યોગ્ય નિકાલ કરવો.
* રોગવાળા જાનવરને છેલ્લેન દોહવું અને દૂધને વપરાશમાં લેવું નહિ.
* નિયમિત રીતે દરેક પશુના દૂધની તપાસ અને પરીક્ષણ કરતાં રહેવું હિતાવહ છે.
* દૂધ દોહવામાં નિપુણતા કેળવવી જરૂરી છે.
* દૂધ દોહયા બાદ આંચળને મંદ જંતુનાશક દવાવાળા પાણીમાં ડુબાડવા.
* જયાં મશીનથી જાનવરો દોહવામાં આવે છે ત્યાં દૂધ દોહવાના મશીનનો યોગ્ય. રીતે ઉપયોગ કરવો અને મશીનને વ્ય વસ્થિરત સાફ કરવું.
* આંચળમાં વસુકાતા પહેલા દવા ચઢાવવી જેથી કરીને વસુકાયેલા કાળ દરમ્યાાન ચેપ લાગતો નથી.

આમ આ રોગમાં થોડી વિશેષ કાળજી લેવાથી રોગને અટકાવી શકાય છે, અને દૂધ ઉત્‍પાદનની ખોટ નિવારી શકાય છે અને પશુપાલકોને થતું આર્થિક નુકશાન ધટાડી શકાય છે.


� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.