લેપ્ટો સ્પાયરોસીસ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુ દરમ્યારન શ્રમજીવી ખેતમજૂરો માટે જીવલેણ સાબિત થતો એક પ્રાણી માનવ પ્રતિસંચારિત (ઝુનોટીક) જીવાણું જન્યજ રોગ છે. એટલે કે પ્રાણીમાંથી મનુષ્ય માં પ્રસરે છે. એમ કહેવાય છે કે વર્ષ 1994થી દક્ષિણ ગુજરાતમાં વલસાડથી જીવલેણ લેપ્ટોએસ્પાયરોસીસે એન્ટ્રીર મારી હતી જે બાદ દર વર્ષે દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તાણરોમાં લેપ્ટોરસ્પાયરોસીસના કેસ નોંધાતા રહ્યા છે. શરૂયાતમાં વલસાડ અને નવસારી જીલ્લાામાં કહેર વર્તાવનાર લેપ્ટો સ્પાયરોસીસ છેલ્લાર કેટલાંક વર્ષોથી સુરત જીલ્લારમાં પણ પ્રસરવા લાગ્યોર છે.
લેપ્ટોસ્પાયરોસીસ રોગ માટેના જરૂરી પરિબળોઃ-
જયાં પાણીનો ભરાવો થતો હોય તેવો વિસ્તાેર, હવામાં રહેલું ભેજનું પ્રમાણ, લાંબા સમય સુધી(ત્રણ દિવસ કે તેથી વધુ દિવસ) વાદળછાંયું વાતાવરણ અને સૂર્યપ્રકાશનો અભાવ અને દિવસ દરમિયાન લાંબો સમય પાણી ભરાયેલાં ખેતરમાં ડાંગરની વાવણી કે કાપણી જેવું કામ કરવાથી લેપ્ટોલસ્પાયરોસીસ થાય છે.
લેપ્ટો સ્પાયરોસીસ રોગના પ્રસારમાં ઉંદર એ મુખ્યણ વાહક છે. તે ઉપરાંત, પાલતું પશુઓ જેવા કે ગાય-ભેંસ, બકરાં, ઘોડા તથા રખડતા પશુઓ જેવા કે ડુકકર, કુતરાં અને અન્યમ પશુઓ જેવા કે શિયાળ, હરણ વગેરે અગત્યરનો ભાગ ભજવે છે. દેડકા અને સાપમાં પણ આ જીવાણુંઓ જોવા મળેલ છે. રોગના જીવાણું રોગિષ્ટપ પશુની કિડની તથા પ્રજનન અવયવોમાં સ્થા યી થઈ મહિનાઓ કે વર્ષો સુધી પેશાબ દ્વારા જીંવાણુંઓ બહાર ફેકતાં રહે છે. જે પાણી, કાદવ અને જમીનમાં ભળે છે. અને અનુકૂળ વાતાવરણ મળતાં તેની વૃદ્વિ ઝડપથી થઈ તેની સંખ્યાામાં ધરખમ વધારો થાય છે. આવા જીવાણુંઓ મનુષ્યમના સંપર્કમાં આવતા આ રોગ મનુષ્ય માં ફેલાય છે.
લેપ્ટોછસ્પાયરોસીસના પશુઓમાં જોવા મળતાં ચિન્હોઃ્-
ગાય,ભેંસ વગેરે પ્રાણીઓમાં બે થી ત્રણ દિવસ તાવ આવે છે. દૂધ આપતા પશુઓમાં દૂધ ઘટી જવુ કે બંધ થઈ જવું,આઉનો સોજો,ગર્ભાશયનો સોજો અને ગાભણ જાનવરોમાં ત્રોઈ જવુ ઉપરાંત ગાયના દૂધમાં પણ આ જંતુંઓ ઉત્સોર્જિત થાય છે. ઘણી વખત લેપ્ટો સ્પાયરોસીસ રોગના ચિન્હો દર્શાવ્યાપ વગર પેશાબમાં લેપ્ટોયસ્પાયરોસીસના જંતુંઓ જોવા મળે છે.ઘોડામાં તાવ આવે છે. કમળો તથા ગર્ભપાત થઈ જાય છે. ડુકકરમાં એનેમિયાં(પાંડુરોગ), તાવ આવવો, અશકિત, કમળો અને નવજાત ચ્ચા્માં મૃત્યુ વગેરે ચિન્હોક જોવા મળે છે.કુતરામાં ખૂબ જ તાવ આવવો,ઉલ્ટીમ થવી,કમળાના ચિન્હોજ વગેરે વર્તાય છે.
લેપ્ટોેસ્પાયરોસીસનું નિદાનઃ-
(1) રોગગ્રસ્તમ પશુનું લોહી અથવા મૂત્રને ડાર્ક બ્રાઉન ઈલ્યુામિનેશન માઈક્રોસ્કોકપ નીચે અવલોકન કરતા ચલિત,ચળકતાં,સ્ક્રુો જેવાં વળવાળા અને બંને છેડેથી હુકની માફક વળેલાં જીવાણું જોઈ શકાય છે.
(ર) લોહીના સીરમનું માઈક્રોસ્કોરપ એગ્લુનટીનેશન ટેસ્ટવ કરી પ્રતિકારક જાણી નિદાન કરી શકાય છે.
(3) એલાયઝા ટેસ્ટનના ઉપયોગથી પણ નિદાન થઈ શકે છે. જેની સેન્સિંબીલીટી 90 ટકા સુધી હોય છે.
(4) અત્યાધુનિક લેબોરેટરીમાં પોલીમરાઈઝ ચેઈન રીએકશન(પી.સી.આર.) એક ઝડપી અને અત્યંેત સેન્સિ ટીવ મોલેકયુલર ટેકનોલોજથી રોગનું નિદાન ખાત્રીપૂર્વક કરી શકાય છે.
સારવારઃ- પશુઓમાં પેનિસિલિન ગ્રુપની દવા ઉપરાંત કેનામાયસીન તથા એરિથ્રોમાયસીનની સારવાર ઉપયોગી નિવડે છે.
અટકાવવાના ઉપાયોઃ-
રોગ આવ્યા પછી સારવાર કરવાં કરતા તેને આવતો રોકવા માટે પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે. તે અંગે નીચેની બાબતો ઘ્યાાનમાં રાખવી જોઈએ.
(1) જીવાણુંઓ ભીની,ભેજવાળી જમીનમાં વૃદ્વિ પામે છે. અને બંધિયાર પાણી દ્વારા ચેપ ફેલાવે છે. તેથી પશુને બાંધવાની જગ્યા સૂકી અને કોરી રાખવી.
(ર ) પશુના રહેઠાણની આજુબાજુના ખાડા-ખાબોચીયા પૂરી દેવા.
(3) પશુઓને તલાવડી,તળાવ કે બંધિયાર જગ્યારનું પાણી પીવડાવવું નહિ. બંધિયાર પાણીમાં રોગનાં જીવાણુંઓ જીવતા રહેવાની શકયતા વધારે રહેલ છે.
(4) દૂધ હંમેશાં ઉકાળીને વાપરવુ અને દોહનની ક્રિયા બાદ હાથ ,જંતુંનાશક દવા અને સાબુથી ધોવા જોઈએ.
(પ) ઉંદરોનો નાશ કરવો અને જાનવરોમાં આ રોગના લક્ષણો જણાય ત્યાજરે તાકાલિક નજીકના પશુ સારવાર કેન્માંનો જઈ સારવાર કરાવવી તથા રોગગ્રસ્તય પશુને અલગ તારવી તેની ખાવા પીવાની વ્યનવસ્થાવ કરવી.
(6) શેરડીના ખેતરમાં કામ કરતા અને ડાંગરની રોપણી કે કાપણી વખતે પગ માટે ગમબુટ તથા હાથ માટેના સલામત મોંજાનો ઉપયોગ કરવો.
(7) માણસમાં આ રોગને લગતાં કોઈપણ પ્રકારના લક્ષણો જણાય તો તુરંત જ પ્રાથમિક આરોગ્યથ કેન્ફ્ગ કે સિવિલ હોસ્પિટલમાં યોગ્યપ તબીબી સારવાર કરાવવી.
આમ, આ રોગ વિશેની પ્રાથમિક માહિતી મેળવી, બરાબર સમજીને યોગ્યા કાળજી રાખવામાં આવે તો લેપ્ટો સ્પાયરોસીસ જેવા ગંભીર રોગથી બચી શકાય છે.